કોરોના મહામારી:કોરોનાકાળમાં સિદ્ધપુર મુક્તિધામમાં 3200 અંતિમવિધિ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 133 કોરોનાગ્રસ્ત લોકોના પીપીઇ કિટ પહેરીને અંતિમ સંસ્કાર કરાયા
  • સ્પેશિયલ ભઠ્ઠી બનાવાઈ

ઉત્તર ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન પણ સામાન્ય અને કોરોનાગ્રસ્ત મૃતકોના માનભેર અંતિમ સંસ્કાર થઇ શકે તે માટે સિદ્ધપુર મુક્તિધામમાં સ્પેશિયલ ભઠ્ઠી બનાવાઇ છે. અહીં લૉકડાઉનથી લઇ ઓગસ્ટ સુધીમાં 3200થી વધુ અંતિમ સંસ્કાર થયા છે. જેમાં 133 કોરોનાગ્રસ્ત દર્દીઓનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાને લઇ સંક્રમણ ન ફેલાય માટે મૃતદેહ સાથે 4થી વધુ લોકોને નહીં આવવાનો નિયમ બનાવાયો છે.

સિદ્ધપુરમાં લોકમાતા સરસ્વતી નદીના કાંઠે આવેલા મુક્તિધામ ખાતે રાજ્ય ભરમાંથી મૃતકોના અગ્નિદાહ માટે પરિવારો આવે છે. વર્ષ 2019માં લાકડાની ભઠ્ઠીમાં 10277, ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં 5023 મળી 15 હજાર જેટલા અગ્નિ સંસ્કાર થયા હતા. જ્યારે વર્ષ 2020માં કોરોના મહામારી આવતાં માર્ચ મહિના બાદ કોરોના મૃતકોના અગ્નિદાહ માટે સ્પેશિયલ ભઠ્ઠી બનાવી પીપીઈ કીટ પહેરીને અંતિમ વિધિની વ્યવસ્થા ઊભી કરાઇ છે. લોકડાઉનના છેલ્લા 6 મહિનામાં 3205 લોકોના અંતિમ સંસ્કાર થયા છે. આ ગાળામાં રોજ સરેરાશ 19 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે.

અગ્નિ સંસ્કાર
માસ કુલકુલ
એપ્રિલ399
મે486
જૂન510
જુલાઈ546
ઓગસ્ટ677
સપ્ટેમ્બર615

કોરોના દર્દીના અંતિમ સંસ્કાર માટે સ્પેશ્યલ ભઠ્ઠી બનાવાઇ
સરસ્વતી મુક્તિધામના સંચાલક અશોકભાઈએ જણાવ્યું કે, કલેકટરના આદેશથી સરકારની ગાઈડલાઈનને અનુસરી મુક્તિધામ ખાતે કોરોનાગ્રસ્ત દર્દીના મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવા અલાયદી ભઠ્ઠી રખાઈ છે. જેમાં કોરોના દર્દીના મૃતદેહને ફક્ત બે માણસો અને પરિવારના ચાર વ્યક્તિઓને પીપીઇ કીટ પહેરી અગ્નિદાહ આપવાની વ્યવસ્થા છે. અંતિમ સંસ્કાર બાદ પીપીઈ કીટ છેલ્લે ભઠ્ઠીમાં સળગાવી દેવામાં આવે છે.

133 કોરોના મૃતકના અગ્નિ સંસ્કાર કરાયા
મુક્તિધામમાં લોકડાઉન શરૂ થયા બાદ એપ્રિલથી 25 સપ્ટેમ્બર સુધીમાં કુલ 3205 મૃતકોના અંતિમ સંસ્કાર કરાયાં. જેમાં 2565 ઈલેક્ટ્રીક ભઠ્ઠીમાં અને 640ને લાકડાં દ્વારા અગ્નિદાહ અપાયો હતો. જે પૈકી 133 કોરોના સંક્રમિત હતા.

અન્ય સમાચારો પણ છે...