કાર્યવાહી:પાટણના અબલુવા, મનવરપુરા, લુખાસણ અને ઉંદરામાં દરોડામાં 32 જુગારી પકડાયા

પાટણ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં અબલુવા મનવરપુરા ઉંદરા અને લુખાસણમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા 32 શકુનીઓને રૂ 36300ની રોકડ સાથે પકડી લીધા હતા. સરસ્વતી તાલુકાના અબલુવા ગામે જુગાર રમતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી રૂ 10710 ની રોકડ સાથે આઠ શકુનિઓને પકડી લીધા હતા આ અંગે સરસ્વતી પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરાવી હતી. શંખેશ્વર તાલુકાના મનવરપુરા ગામે પોલીસે રેડ કરી જુગાર રમતા 10 શકુનિઓને રૂ 14,220 ની રોકડ સાથે પકડી લીધા હતા.

સરસ્વતીના ઉંદરા ગામે પોલીસે રેડ કરી જુગાર રમતા આઠ શખ્સોને રૂ10420 ની રોકડ સાથે પકડી પાડ્યા હતા તેમની સામે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી, લુખાસણ ગામે પોલીસે રેડ કરી મંદિરની પાછળથી જુગાર રમતા છ શખ્સોને રૂ 950 ની રોકડ સાથે પકડી પાડ્યા હતા તેમની સામે સિદ્ધપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.

અબલુવા: ગોવાજી બાજુજી ઠાકોર રૂપાજી વેલાજી ઠાકોર બચુજી કેશાજી ઠાકોર સોમાજી ઈશ્વરજી ઠાકોર વાલાજી તરસંગજી ઠાકોર પાંચાજી મફાજી ઠાકોર વદેશિંગ કમસીજી ઠાકોર વિરમજી નરસુંગજી ઠાકોર તમામ રહે ખોડાણા.

મનવરપુરા : કુંવરજી બાબુજી ઠાકોર દિલીપજી પ્રધાનજી ઠાકોર અમરતજી તખાજી ઠાકોર વિપુલજી મોડજીજી ઠાકોર વિનાજી ઝેણાજી ઠાકોર પ્રવીણજી પ્રહલાદજી ઠાકોર દશરથજી જેઠાજી ઠાકોર સારજીજી ધારશીજી ઠાકોર વિક્રમજી ઝેણાજી ઠાકોર સાવધાનજી ચોથાજી ઠાકોર રહે તમામ મનવરપુરા

ઉંદરા : સિધ્ધરાજજી અમરતજી ઠાકોર રાજુભાઈ દેવશીભાઈ દરજી મનોજજીભનુજી ઠાકોર અરવિંદજી બાબુજી ઠાકોર અશોકજી ઉદાજી ઠાકોર રણછોડજી રમેશજી ઠાકોર દેવુજી પોપટજી ઠાકોર સુનિલકુમાર નાગજીભાઈ જોશી રહે તમામ ઉંદરા

લુખાસણ : રાજુભાઈ ધુળાભાઈ દેવીપુજક દશરથભાઈ લક્ષ્મણભાઈ દેવીપુજક વિષ્ણુજી વદાજી ઠાકોર તેજસંગજી ભાવુજી ઠાકોર શૈલેષભાઈ કાંતિભાઈ વાલ્મિકી કાળુભાઈ ગોવિંદભાઈ દેવીપુજક

અન્ય સમાચારો પણ છે...