તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે એક પણ કેસ નહીં, 31 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ કેસનો આંકડો 10 હજાર 631 પર પહોંચ્યો, અત્યાર સુધીમાં 108 લોકોનો કોરોનાએ ભોગ લીધો

પાટણ જિલ્લામાં આજથી એક બાજુ 18થી ઉપરની ઉમરના લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે. તો બીજી તરફ આજે પાટણ જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ ન નોંધતા લોકોમાં રાહત થઈ છે.

પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વિદાય લઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં આજે એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ ન આવતાં કોરોનાએ આજે વિદાય લીધી હોય એમ લાગી રહ્યું છે. જ્યારે જિલ્લાનો કુલ આંક 10 હજાર 632 પર પહોંચ્યો છે. તો આજે 31 સંક્રમિત દર્દીઓ સ્વસ્થ બન્યા છે.

જિલ્લામાં અત્યાર સુધી કુલ 108 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે જિલ્લા હાલ 105 કોરોના કેસ એક્ટિવ છે. જ્યારે 70 દદીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે અને 964 દદીઓનાં સેમ્પલ પેન્ડીગ રાખવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...