લોકડાઉન ઇફેક્ટ:જિલ્લામાં 566 ઉદ્યોગોને મંજૂરી અપાતા 3000 કારીગરોને રોજગારી મળી, લગ્નપ્રસંગો બંધ રહેતા તિજોરીઉધ્યોગ ને ફટકો

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં ખેતી ઉદ્યોગ ના સાધનો બનાવતા ફૂડ પ્રોસેસિંગ સ્ટીલમેન્યુફેક્ચરિંગ ફેબ્રીકેશન નમકીન સબમર્સીબલપંપ પેકિંગ મટીરીયલ આટામીલ કુરિયા ફાર્મા કંપની સહિતના નાના મોટા ઉદ્યોગો ધીમી ગતિએ શરૂ થઈ રહ્યા છે. 566 ઉદ્યોગો શરૂ કરવા માટે કલેકટરના અધ્યક્ષસ્થાને કમિટીએ મંજૂરી આપી છે જેમાં સૌથી વધુ સિદ્ધપુરમાં 179 ચાણસ્મા 39 પાટણ 42 હારીજ 2 રાધનપુર ત્રણ સમી 1 સાંતલપુર ત્રણ સરસ્વતી 3 અને શંખેશ્વર1 ઉદ્યોગને મંજૂરી આપવામાં આવી છે જેમાં જીઆઇડીસીમાં366 યુનિટો શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે 560 માંથી 80 ટકા એટલે કે અંદાજે 450 જેટલા ઉદ્યોગો શરૂ થયા છે જેમાં 3113 કારીગરો રોજગારી મેળવી રહ્યા છે. અમદાવાદ હજુ ધમધમતું થયું નથી જેના કારણે ઉદ્યોગોમાં રો મટીરીયલ ની ખેંચ વર્તાય છે તેમજ સાંજે 7:00 થી કરફયુ પડી જતો હોવાથી ગામડાઓમાંથી આવતા કારીગરો સાંજ પડતા જ કામ પરથી નીકળી જાય છે ે તેમજ સામે વેચાણ પણ ખૂબ ઓછું છે જેના કારણે ઉદ્યોગ ધંધા ધંધા થયા નથી.જેના કારણે ઉર્ધોગો રાબેતાબ નથી થયા

અન્ય સમાચારો પણ છે...