તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હનીટ્રેપ:30 વર્ષની યુવતીએ 58 વર્ષીય શિક્ષકને હનીટ્રેપમાં ફસાવ્યા, પોલીસે ચાર આરોપીઓે ઝડપી પાડ્યા, મહિલા ફરાર

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભોગ બનનાર શિક્ષક પાસે 5 લાખની માગણી કરવામા આવી

ઊંઝાના અવિ બંગ્લોઝ ખાતે રહેતા અને સિધ્ધપુર તાલુકાના કલાણા જાગૃતિ માધ્યમિક અને નીમા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ભગવાનભાઈ મફતલાલ પટેલ 19 માર્ચ ના રોજ તેમના ઘરે હતા તે વખતે અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી તેમના પર મહિલાનો ફોન આવ્યો હતો તે કોમલ પ્રજાપતિ છે તેવી ઓળખ આપી હતી પરંતુ તેને ભગવાનભાઈ ઓળખતા ન હતા મહિલા એ કહેલ કે હું તમને ઓળખું છું અને લણવાથી બોલું છું મારે તમને મળવું છે કાલે તમને સવારે ફોન કરીશ તેમ કહી ફોન મૂકી દીધો હતો બાદમાં 20 માર્ચના રોજ આચાર્ય તેમની નોકરી પર હાજર હતા તે વખતે ફરીથી તેમના પર ફોન આવ્યો હતો આચાર્ય એ તેઓ સ્કૂલમાં છે અને સ્કૂલ છૂટે એટલે ફોન કરવાની વાત કરી હતી ત્યાર પછી પણ આ મહિલાએ તેમને બે વખત ફોન કર્યો હતો ત્યારબાદ સ્કુલ છૂટતા આચાર્ય એ સામેથી તે મહિલાને ફોન કર્યો હતો ત્યારે ઘરે કામ પૂરું કરીને ફોન કરું છું તેમ કહેતા તે આચાર્ય તેમના ઘરે ઊંઝા જતા રહ્યા હતા.

તેઓ ખેતરમાં હતા તે વખતે ફરીથી બપોરના સમયે કોમલ નો ફોન આવ્યો હતો અને આચાર્યને કાકોશી ચાર રસ્તા ક્રોસ રોડ હોટેલ ખાતે મળવા માટે બોલાવ્યા હતા તેઓ તેમની સ્વીફટ ગાડી લઈને ત્યાં ગયા હતા અને મહિલાને ફોન કર્યો હતો તે આશરે 25 થી 30 વર્ષની યુવતી હતી તેણે સ્કાય કલરનો પંજાબી ડ્રેસ પહેરેલો હતો તે યુવતી તેમની બાજુની સીટમાં આવીને આગળ બેસી ગઈ હતી આચાર્ય એ આ યુવતીને ક્યારેય જોયેલી ન હતી જેથી તેમણે તે યુવતીને ઓળખી ન હતી બાદમાં તે યુવતીએ ભગવાનભાઈ ને કહ્યું હતું કે ગાડી કોઈ હોટલ ઉપર લઈ લો આપણે સાથે બેસીને વાતો કરીએ ભગવાનભાઈ તેમની ગાડી છાપી બાજુ લઈ ગયા હતા હોટલ ફોર-વે આવતા યુવતીએ તેમને અંબાજી ફરવા જવા માટેનું કહ્યું હતું પરંતુ તેમણે ના પાડી હતી બાદમાં તેઓ સિધ્ધપુર આવવા નીકળ્યા હતા દેથળી ચોકડી આવતા યુવતીએ કહેલ કે તેને તેની માસી ના ઘરે દેથળી ગામે જવું છે ત્યાં મૂકી જાવ તેમ કહેતા તેઓ દેથળી ગામે પહોંચ્યા હતા.

બાદમાં યુવતીએ કહ્યું હતું કે પુનાસણ વાળા રોડ ઉપર લઈ લો તેના માસી ખેતરમાં રહે છે આચાર્યેએ ગાડી પુનાસણ વાળા રોડ ઉપર લીધી હતી આશરે પોણા ત્રણેક વાગે વટેશ્વર મહાદેવ મંદિરના બોર્ડ પાસે પહોંચતા કોમલ એ આગળ આવી ગયા હોવાનું કહેતા તેઓ ગાડી દેથળી તરફ વાળતા હતા તે વખતે એક ઇકકો ગાડી આવી હતી અને તેમની ગાડી ની આગળ આડિ કરી દીધી હતી. તેમાંથી પાંચેક માણસો ઉતર્યા હતા અને તેમની ગાડી પાસે આવ્યા હતા તે ગાડી નો ચાલક અંદર બેસી રહ્યો હતો તે શખ્સો પૈકી એક દાઢીવાળા શખ્શે ભગવાનભાઈ ની ફેટ પકડી ગાડીમાંથી નીચે પડતા કર્યા હતા તેમણે પહેરેલો સોનાનો દોરો નીચે પડી જતા એક શખ્સે તે લઈ લીધો હતો અને તેમને મારપીટ કરવા લાગ્યા હતા તેમની ગાડી માં બેઠેલી યુવતીને ઉતારી દીધી હતી. બાદમાં એક શખ્શ યુવતીને લઈ ઈકકો ગાડીમાં બેસી ગયો હતો. અને તે ગાડી લઈને નીકળી ગયો હતો ભગવાનભાઈ એ બૂમ પાડતા તે શખ્સોએ તેમને ઉપાડી તેમની ગાડીની પાછળની સીટમાં બેસાડી દીધા હતા આસપાસમાં બે માણસો એક ડ્રાઈવર સીટ ઉપર અને એક બાજુની સીટમાં બેસી ગયા હતા અમારી છોકરી ને તું ફેરવે છે. તેની સાસરી જતી નથી તારા લીધે અમારી છોકરી છૂટાછેડા ઉપર આવી ગઈ છે તેમ કહી આચાર્ય ને મારપીટ કરવા લાગ્યા હતા તેમની ગાડી દેથળી થઈ હિશોર રોડ ઉપર લીધી હતી દેથળી થી આશરે બે કિ.મી દૂર જઇ ગાડી ઊભી રાખી હતી બાદમાં આ મામલાની પતાવટ કરવા માટે ભગવાનભાઈ પાસે રૂ 500000 ની માગણી કરી હતી. તેમણે રૂ 50હજાર આપવાની તૈયારી બતાવી હતી. પરંતુ તેઓ માન્યા ન હતા છેલ્લે રૂ.બેલાખ અને સોનાનો દોરો છોકરી વાળાઓને આપવો પડશે અને રૂ પચાસ હજાર પતાવટ કરવાના અલગ આપવા પડશે તેમ કહી પૈસાની સગવડ કરવા માટે આચાર્યને દબાણ કર્યું પૈસા નહીં આપે તો બળાત્કાર નો ખોટો ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી આચાર્ય એ ગભરાઈને તેમના મિત્ર દેવેન પટેલ ને ફોન કર્યો હતો તેમજ તેમના લંડન ખાતે રહેતા દીકરા ચીન્મય પટેલ ને વોટશેપ વીડિયો કોલિંગ કરેલ પણ પૈસાની સગવડ થઈ ન હતી. બાદમાં તેમને એટીએમમાંથી રૂ 10,000 ઉપાડી ને આપ્યા હતા બાકીના રૂ2.40 લાખ સોમવારે આપવાનો વાયદો કર્યો કર્યો હતો આ બાબતે કોઈને પણ વાત કરીશ તો જાનથી મારી નાખીશું તેવી છરી બતાવી ને ધમકી આપી હતી. ભગવાનભાઈ ઘરે જતા રહ્યા હતા તેઓ ગભરાઈ ગયા હોવાથી તેમની સાથે બનેલ બનાવ ની કોઈને વાત કરી ન હતી પરંતુ તે શખ્શો નો સમયસર પૈસા આપી જવા માટે ફોન આવતો હતો અને સોમવારે રાત્રે દસેક વાગે ક્રોસ રોડ હોટલ માં પૈસા આપવા માટે તેમને બોલાવ્યા હતા બાદમાં તેમણે તેમના મિત્ર રોહિત મણીલાલ પટેલ ને જાણ કરી હતી તેમણે ફરિયાદ આપવાનું કહેતા તેઓ સિધ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા માટે ગયા હતા. અને આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનામાં એસ.પી અક્ષયરાજ મકવાણા ની સૂચનાથી પીઆઇ ચિરાગ ગોસાઈએ સિદ્ધપુર પોલીસ ની ટીમો બનાવી આચાર્ય ભગવાન ભાઈપટેલ ને સાથે રાખી છટકું ગોઠવી ચાર શખ્શો ગાડી માં ને કાકોશી ચાર રસ્તા ક્રોસ હોટલ પાસે પૈસા લેવા માટે આવતા તેમને પકડી પાડયા હતા. તેમની પાસેથી બે ગાડી રોકડા રૂ10,000 સોનાનો દોરો અને છરો પોલીસે જપ્ત કર્યા હતા. પોલીસે આ મામલે પરેશજી કાંતિજી ઠાકોર રહે ચારૂપ, ભીખાજી ઉર્ફે ટીનાજી પુંજાજી ઠાકોર રહે હાશાપુર, ઉત્તમજી દેવાજી ઠાકોર રહે વામૈયા, રોહિતજી કાંતિજી ઠાકોર રહે ધારપુરની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો