તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિદ્ધપુરથી કાકોશી રોડ પર ઊંઝા બંધન બેન્કના મહિલા કર્મચારીના એકટીવાને ટક્કર મારી નીચે પાડી દઈ રૂ. 1.50 લાખની રોકડ અને ટેબ્લેટ સાથે લૂંટ કરનારા પાંચ શખ્સોને પોલીસે દબોચી લીધા છે.ઊંઝા બંધન બેન્કના કલેક્શન ઓફિસર હેતલબેન ઠાકોર 6 ફેબ્રુઆરીએ ગાગલાસણથી સિદ્ધપુર તરફ એક્ટીવા પર જતા હતા ત્યારે એક બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સોએ આંતરી એક્ટીવા પરથી નીચે પાડી દઈ કલેક્શન ઇન્ટોલમેન્ટના રૂ. 1,25,060 તથા ટેબલેટ અને તેમના પર્સમાંથી રૂ. 3000 લૂંટી નાસી ગયા હતા.
આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એસ.ઓ.જીની ટીમે ગાંગલાસણના અલ્પેશજી જુઝારજી ઠાકોર, ખડીયાસણના રાજુજી બાબુજી ઠાકોર, લવારાના લાલજી ઉદેસિહ ઠાકોરને ખેતરના નેળીયામાંથી પકડી પાડ્યા હતા. તેમજ આ લૂંટમાં ઉપયોગ લેવાયેલી ઇકો ગાડી, લૂંટના રોકડા રૂ. 50,210 અને ટેબલેટ જપ્ત કર્યું હતું. લૂંટમાં સંડોવાયેલા અન્ય બે શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઝડપાયેલા આરોપીનાં નામ
અલ્પેશજી જુઝારજી ઠાકોર (રહે. ગાંગલાસણ)
રાજુજી બાબુજી ઠાકોર (રહે. ખડીયાસણ)
લાલજી ઉદેસિંહ ઠાકોર (રહે. લવારા)
ફરાર આરોપીનાં નામ
સાજીદ શમશેર ભાઈ સિંધી (રહે. કાકોશી)
સમશેરભાઈ અલીભાઈ સિંધી (કાકોશી)
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.