તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી કેમ્પસમાં દરેક વિભાગોને પૂરતું પાણી મળી રહે માટે 1.82 કરોડના ખર્ચે 3 લાખ લીટર કેપિસિટીની ટાંકી અને 6.50 લાખ લીટર કેપિસિટીનો અન્ડર ગ્રાઉન્ડ સંપ બનાવી નવીન પાઇપ લાઈન નાખી છે. કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે.આ ઉનાળા પહેલા કામગીરી પૂર્ણ થતા સમગ્ર કેમ્પસમાં પાણીની સમસ્યાનો પ્રશ્ન હમેશા માટે સમાપ્ત થઇ જશે.ઉપરાંત યુનિવર્સીટીને વીજબિલમાં ઘટાડો થતા આર્થિક ફાયદો પણ થશે.
યુનિવર્સિટીમાં સરકાર દ્વારા વર્ષ 2018 -19 રીનોવેશન ગ્રાન્ટમાં વોટર સપ્લાય ફેસિલિટી માટે 1.82 કરોડની ગ્રાન્ટ આપી હતી.જેમાંથી કેમ્પસમાં પત્રકારત્વ વિભાગ સામે મેદાનમાં 3 લાખ લીટર કેપિસિટી સ્ટોરેજની ઓવરહેડ ઊંચી ટાંકી અને 6.50 લાખ લીટર સ્ટોરેજ કેપિસિટીની અન્ડર ગ્રાઉન્ડ સંપનું બાંધકામ અને પાઇપ લાઈન નાખવાની કામગીરી કરી છે.જે હાલમાં ચાલી રહી છે.અને ટૂંક સમયમાં પૂર્ણ થશે.
આ કામગીરી પૂર્ણ થતા કેમ્પસમાં આવેલ 19 વિભાગો, 8 હોસ્ટેલો,લાયબ્રેરી સહીત તમામ સ્થળોમાં આવેલ પાણીની ટાંકીઓમાં પાણી વિતરણ આ ટાંકીમાંથી થશે.તો પાણી સંગ્રહ માટેનો અન્ડર ગ્રાઉન્ડ સંપમાં પાણી સંગ્રહ થતા પાણીની તંગી પણ રહેશે નહીં. જેથી વિભાગોમાં અને કેમ્પસમાં આ સુવિધા ઉભી થતા પાણીની કાયમી સમસ્યા દૂર થશે.
પાણી સ્ટોરેજ કરી જરૂયાત મુજબ વિતરણ થશે
યુનિ.માં પહેલા બોરવેલમાંથી સીધું વિભાગોમાં પાણી વિતરણ થતું જેથી અંતિમ વિભાગ સુધી પાણી ન જાય ત્યાર સુધી બોરવેલ ચાલુ રાખવો પડતો જેથી લાંબો સમય બોરવેલ ચાલુ રહેતા પાણીનો બગાડ અને લાઈટબીલ વધુ આવતું હતું. હવે આ સંપ બનતા બોરવેલમાંથી સંપ ભરી ટાંકીમાં પાઈપલાઈથી વિતરણ કરાશેે. બોરવેલ વધુ સમય ચાલુ કરવો નહીં પડે જેથી પાણીનો બગાડ અટકશે.અને વીજબીલ ઓછું આવશે.ઉપરાંત હવે વિભાગોને ગમે ત્યારે પાણી જોઈતું હશે તો મળી રહેશે.તેવું યુનિનાં એન્જીનીયર વિપુલભાઈ સાંડેસરાએ જણાવ્યું હતું.
સંપમાં ગંદકી ન થાય તે માટે ટાઇલ્સ નાંખી
6.50 લાખ લીટર પાણી સંગ્રહ થાય તેટલી કેપિસિટીનો મોટો અન્ડર ગ્રાઉન્ડ સંપ બનાવ્યો છે. જેથી અંદર ગંદકી ન થાય માટે તળિયે ટાઇલ્સ નાખવામાં આવી છે.તો ક્યારે સાફ સફાઈ માટે અંદર જવું પડે તો કોઈ મુશ્કેલી ન પડે માટે તળિયા સુધી સીડીઓ મુકવામાં આવેલ છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.