તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:3 કોવિદ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી છે, પણ સ્ટાફને તેના ઉપયોગથી અજાણ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ પ્રાંત અધિકારીએ ટીમ સાથે ત્રણ કોવિદ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરી હતી. - Divya Bhaskar
પાટણ પ્રાંત અધિકારીએ ટીમ સાથે ત્રણ કોવિદ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરી હતી.
  • ફાયર સેફ્ટી મુદ્દે પાટણમાં અધિકારીઓની તપાસ
  • ધારપુર કોવિડ હોસ્પિટલમાં ફાયર હાઇડ્રેડ બગડેલું નિકળ્યું

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલા અગ્નિ કાંડ બાદ તંત્ર સફાળું જાગી પાટણ જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા બાબતે તપાસ કરવામાં આવી હતી જેમાં ધારપુર મેડિકલ હોસ્પિટલ, પાટણ સિવિલ અને સબરીમાલા હોસ્પિટલમાં તંત્રની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા હતી પરંતુ સ્ટાફને ઉપયોગ કરતા આવડતો નહોતો.

અમદાવાદની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડમાં દર્દીઓના મોત થતા ગુરુવારે પાટણ કલેકટર આનંદ પટેલે પાટણ જિલ્લાની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા બાબતે તપાસ કરી રિપોર્ટ કરવા માટે પ્રાંત અધિકારીઓને આદેશ કર્યો હતો. જેને પગલે ગુરુવારે પાટણ પ્રાંત અધિકારી સ્વપ્નિલખરેએ તેમની ટીમ સાથે ધારપુર મેડિકલ હોસ્પિટલ, પાટણ સિવિલ અને સબરીમાલા હોસ્પિટલની મુલાકાત કરી ફાયર સેફ્ટીની સુવિધા બાબતે તપાસ કરી હતી. જેમાં હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે કેમ, તેનું રિફિલિંગ થયેલું છે કે કેમ, એક્સપાયરી ડેટ તો નથી ને તે તમામ બાબતે ઝીણવટભરી તપાસ કરી હતી. ત્રણેય હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના સાધનો હતા. પરંતુ સ્ટાફને તેનો ઉપયોગ કરતા આવડતા ન હોતા જેથી સ્ટાફને તાલીમ આપવા માટે સુચના આપવામાં આવી હતી જ્યારે ધારપુર કોવિદ હોસ્પિટલમાં ફાયરહાઈડ્રેન્ડ મશીન છે પરંતુ તે બગડેલું હોવાનું ધ્યાને આવ્યું હતું તે રીપેર કરવા માટે સૂચના આપી છે.

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ને રિપોર્ટ કરાશે
આ અંગે મદદનીશ કલેકટર સ્વપ્નિલખરે એ જણાવ્યું હતું કે ત્રણ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધા બાબતે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની રિપોર્ટ કરવામાં આવશે ત્રણેય હોસ્પિટલમાં ફાયર સેફટી ના સાધન હતા પરંતુ સ્ટાફને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની ખબર નથી. કંઈ ખૂટતું હશે તો તાત્કાલિક કાર્યવાહી કરાશે: કલેકટર કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે કોવિડ હોસ્પિટલમાં તપાસ કરવા માટે પ્રાંત અધિકારીઓને સુચના આપી છે તેઓ તપાસ કરી અમને રિપોર્ટ કરશે કોઈ જગ્યાએ કંઈ ખૂટતું જણાશે તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે તમામ એસ.ડી.એમ ના રિપોર્ટ આધારે કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...