કોરોનાની રિએન્ટ્રી:પાટણમાં પિતા-પુત્ર સહિત 3ને કોરોના

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રસુલપુરા ગામ પ્રથમ કન્ટેઈનમેન્ટ ઝોન, પોઝિટિવના સંપર્કમાં આવેલાના ટેસ્ટ કરાયા - Divya Bhaskar
રસુલપુરા ગામ પ્રથમ કન્ટેઈનમેન્ટ ઝોન, પોઝિટિવના સંપર્કમાં આવેલાના ટેસ્ટ કરાયા
  • પાટણ શહેરમાં 206 દિવસ બાદ એકસાથે 3 કેસ નોંધાયા, જિલ્લામાં એક્ટિવ સંખ્યા 4 થઈ
  • ત્રણેય સંક્રમિતોની તબિયત સ્વસ્થ હોઈ હોમ આઈસોલેટ કરાયા, રવિવારે સોસાયટીઓમાં સર્વે હાથ ધરાશે

પાટણ જિલ્લામા છેલ્લા છ મહિનાથી કોરોનાના એક પણ કેસ ના નોંધાતા જીરો કેસ હતાં. પરંતુ ત્રીજી લહેરના આરંભમાં જ સિદ્ધપુર, સરસ્વતી બાદ હવે પાટણ શહેરમાં 206 દિવસ બાદ પિતા પુત્ર અને એક યુવક મળી 3 કેસ સાથે કોરોનાની રીએન્ટ્રી થતા શહેરીજનોમાં ભય પ્રસરી જવા પામ્યો હતો.

પાટણ શહેરમાં કોરોનાની બીજી લહેરમાં કેસ ઘટી જીરો પર પહોંચ્યા બાદ અંતિમ 15 જૂન 2021 માં શહેરમાં છેલ્લો એક મહિલાનો કેસ નોંધાયો હતો. ત્યારબાદ જિલ્લામાં શહેરમાં છુટા છવાયા એકી સંખ્યામાં કેસ આવ્યા હતા. અંતિમ કેસ 28 જુનના રોજ આવ્યા બાદ કેસ જીરો થયા હતા. ફરી ત્રીજી લહેરમાં સિદ્ધપુરના દંપતીના બે કેસથી 13 ડિસેમ્બરના રોજ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ હતી. પરંતુ છેલ્લા 24 દિવસ સુધી કેસ ના આવતા કેસ ડી એક્ટિવ થતા લોકોએ રાહત અનુભવી હતી.

પરંતુ ફરી શુક્રવારે સરસ્વતીના વઘાસરમાં એક કેસ બાદ શનિવારે બીજા શહેરમાં દેવદર્શન કોમ્પલેક્ષ પાછળ શક્તિપાર્ક સોસાયટીમાં 48 વર્ષિય પિતા અને 23 વર્ષનો પુત્ર તેમજ વેદ ટાઉનશીપમાં રહેતા 26 વર્ષના યુવકનું અમદાવાદ ખાતે ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા 206 દિવસ બાદ કોરોનાના એકસાથે 3 નવા જાહેર કરતા શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણના સમાચાર પ્રસરતા લોકોમાં ફરીથી ત્રીજી લહેરને લઈ ભય ઊભો થવા પામ્યો હતો.

રસુલપુરા ગામ પ્રથમ કન્ટેઈનમેન્ટ ઝોન, પોઝિટિવના સંપર્કમાં આવેલાના ટેસ્ટ કરાયા
બહુચરાજીના પ્લાન્ટમાં નોકરી કરતો યુવક સંક્રમિત થતાં કેસ મહેસાણા જિલ્લામાં નોધાયેલ છે. પણ આ દર્દી હારિજના રસુલપુરા ખાતે તેના ઘરે હોમ આઇશોલેટ થતા સાંકળીયા વાસમાં ઘર નંબર 1 થી 5 ના વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. જેમાં મેડિકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજ વસ્તુઓ કે સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય જાહેર રોડ પર ફરવા કે અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં 107 કેસ : મહેસાણામાં 48, સા.કાં.માં 28, બ.કાં.માં 17, અરવલ્લીમાં 11 અને કેસ
મહેસાણા - સૌથી વધુ 27 કેસ મહેસાણા તાલુકાના છે. ઊંઝા તાલુકામાં 7, વિસનગર, જોટાણા અને બહચુરાજીમાં 3-3, સતલાસણા-કડીમાં 2-2 અને વડનગર તાલુકામાં 1 કેસ સામે આવ્યો હતો.
બનાસકાંઠા - 17 કેસ નોંધાયા હતા.પાલનપુરમાં 7 ઉપરાંત ડીસામાં 6 , દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 2 જ્યારે કાંકરેજના થરા અને વડગામના સીસરાણા ગામમાં 1-1 કેસ આવ્યો છે.
સાબરકાંઠા - હિંમતનગરમાં 15, ઇડરમાં 8, વડાલીમાં 3 અને ખેડબ્રહ્મા - તલોદમાં 1 -1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
અરવલ્લી - અરવલ્લીમાં 11 કેસ પૈકી મોડાસા શહેરના જુદાજુદા વિસ્તારના 7 અને માલપુરના 1 બાયડમાં 2 અને ધનસુરાના એક દર્દી પોઝિટિવ જણાયો હતો.

530ના બદલે 1659 બેડ અને 20 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર
જિલ્લામાં નવા કેસ સાથે ત્રીજી લહેરનો આરંભ થતાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં દર્દીઓની સારવાર માટે 530 બેડથી વધારી 1508 ઓક્સિજન બેડ અને 151 ICU બેડ મળી 1659 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.જિલ્લામાં એકપણ પીએસએ પ્લાન્ટ ન હોય નવા 20 પી.એસ.એ પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા છે. છતાં પણ જો ઓક્સિજનની અછત સર્જાય તો પૂર્વ તૈયારીના ભાગરૂપે 1800 ઝમ્બો ઓક્સિજન સિલિન્ડર ભરીને સ્ટોક રાખવામાં આવ્યો છે.

ક્યાં કેટલા બેડ તૈયાર કરાયા

દવાખાનુICUઓક્સિજનટોટલ
ધારપુર સિવિલ125450575
રાધનપુર સિવિલ0240240
સિદ્ધપુર સિવિલ20184204
કેન્સર હોસ્પિટલ0100100
પાટણ સિવિલ68490
CHC ચાણસ્મા05050
CHC લણવા05050
CHC હારીજ05050
CHC સમી05050
CHC સાંતલપુર05050
CHC વારાહી05050
CHC જંગરાલ05050
CHC શંખેશ્વર05050
CHC કાકોશી05050
કુલ1511,5081659

​​​​​​​

આ તાલુકામાં નવા PSA ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા
ધારપુર - 2 પ્લાન્ટ ( 1000 લીટર ,500 લીટર )
પાટણ સિવિલ - 2 ( 1000 લીટર ,165 લીટર )
પાટણ જનતા હોસ્પિટલ - 1 (પ્રાઇવેટ)
સિદ્ધપુર સિવિલ - 2 ( 1000 લીટર ,500 લીટર )
મકતબા હોસ્પિટલ - 1 (પ્રાઇવેટ )
સિવિલ રાધનપુર - 2 ( 1000 લીટર,250 લીટર )
CHC ચાણસ્મા - 1 - ( 500 લીટર )
CHC લણવા - 1 - ( 500 લીટર )
CHC હારીજ - 1 - ( 500 લીટર )
CHC સમી - 1 - ( 500 લીટર )
CHC સાંતલપુર - 1 - ( 500 લીટર )
CHC વારાહી - 1 - ( 500 લીટર )
CHC જંગરાલ - 1 - ( 500 લીટર )
CHC શંખેશ્વર - 1 - ( 500 લીટર )
CHC કાકોશી - 1 - ( 500 લીટર )

5 સ્થળે ફલૂ ક્લિનિક શરૂ
- ભારતીય આરોગ્ય નિધિ કેન્દ્ર ,ટીબી ત્રણ રસ્તા
-નવી જનતા રેલવે ગરનાળા પાસે
- જૂની જનતા, રાજકાવાડા
- નવા રેડકોર્ષ ભવન પદ્મનાથ ચોકડી
- ભારતીય આરોગ્ય નિધિ કેન્દ્ર , ગોળ શેરી

કોરોના મીટર
કુલ કેસ 10664
સ્વસ્થ 10554
મોત 109
એક્ટિવ કેસ 01
દાખલ 00

596 આરોગ્ય કર્મીઓ ખડેપગે
​​​​​​​મેડિકલ ઓફિસર52
મહિલા કાર્યકર377
સુપરવાઈઝર 54
તાલુકા હેલ્થ વર્કર09
લેબ ટેકનિશીયન52
ફાર્માસિસ્ટ 52

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...