તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકા પંચાયતના ફોર્મ:પાટણ પાલિકા ચૂંટણી માટે 3, સમી તાલુકા પંચાયત માટે 3, સિદ્ધપુરમાં 3 ફોર્મ ભરાયાં

પાટણ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાનાં મળી 26 ફોર્મ ભરાયાં

પાટણ જિલ્લામાં તાલુકા પંચાયતના નવ અનેપાલિકાના ચાર મળી 13 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં સમી તાલુકા પંચાયત માટે છ અને સિદ્ધપુર તાલુકા પંચાયત માટે ત્રણ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. પાટણ પાલિકા માટે આમ આદમી પાર્ટીમાંથી 4 ઉમેદવારી ફોર્મ ભરાતા બુધવારથી ખાતું ખૂલ્યું હતું. છેલ્લા ત્રણ દિવસમાં જીલ્લા પંચાયત તાલુકા પંચાયતો અને પાલિકા માટે કુલ 26 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

પાટણ નગરપાલિકા માટે આમ આદમી પાર્ટીમાંથી ચાર જણાએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં વોર્ડ નંબર ત્રણ માટે નિરવકુમાર બીપીનભાઈ શુક્લ, નીતાબેન વિષ્ણુભાઈ પટેલ, વોર્ડ નંબર પાંચ માટે ગણપતસિંહ લક્ષ્મણજી ચાવડા અને વોર્ડ છ માટે ધર્મેશકુમાર અમૃતલાલ પટેલેઉમેદવારી નોંધાવી હતી.

સમી તાલુકા પંચાયતની સમી એક બેઠક પર મોહમ્મદપુરાના કોંગ્રેસમાંથી માનાબેન સોનાજી અને સમીના સાબીરબેન સલીમભાઈ સૈયદે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે સમી બે બેઠક પરથી કોંગ્રેસમાંથી શાંતાબેન જીહાભાઈ અને માનીબેન રમેશભાઈ પરમારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે વેડ બેઠક પરથી લવિંગજી હીરાજી ઠાકોરે કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે કાઠી બેઠક પર રમીલાબેન રામાભાઇ વણકરે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી.

સિદ્ધપુર તાલુકા પંચાયતની કાકોશી-2 બેઠક પર વાઘરોલના મોહમ્મદઅલી યુસુફભાઈ મરેડિયા, ખળી બેઠક પર લાલપુરના મહેન્દ્રભાઈ બાબુભાઈ પરમાર અને સેદ્ગાણા બેઠક પર મોહમ્મદહનીફ ઈસ્માઈલ દાદુજીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો