બદલીઓનાં વિવાદમાં કોર્ટનો ચૂકાદો:પાટણમાં બદલીના વિવાદ મામલે હાઈકોર્ટમાં ગયેલા 29 શિક્ષકોની જીત, બદલીઓને માન્ય રખાતાં શિક્ષકોને મોટી રાહત

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલટીએ ચુકાદાને આધીન રહીને 29 શિક્ષકો બદલી સ્થળે મૂકવામાં આવ્યા છે - પ્રા.શિ.પ્રજાપતિ
  • પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીએ પોતાની નિવૃત્તિના એક દિવસ અગાઉ કેટલાક શિક્ષકોની આંતરિક બદલી કરતાં હંગામો મચ્યો હતો

પાટણ જિલ્લામાં અગાઉના પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ચૌધરીએ પોતાની નિવૃત્તિના એક દિવસ અગાઉ કેટલાક શિક્ષકોની આંતરિક બદલીઓ કરી હોવાનાં મામલે હંગામો મચ્યો હતો. આ બદલી વિવાદને લઈને આંતરિક બદલીઓ કરવામાં આવેલા શિક્ષકોની બદલીઓ રદ કરી નિયત સ્થાને ફરજ સોંપાઈ હતી. જે મામલે 29 જેટલા શિક્ષકોએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને કોટૅ દ્વારા ગઈકાલે શુક્રવારે આ 29 શિક્ષકોની વિવાદાસ્પદ બદલી મામલે સૌથી મોટા નિર્ણયને લઈને પૂર્વ ડીપીઇઓ ચૌધરીએ કરેલી બદલી નિયામકે રદ્દ કરી હતી. તેના ઉપર હાઈકોર્ટે હુકમ આપ્યો છે અને નિયામકે રદ્દ કરેલી 29 બદલીનો હુકમ હાઇકોર્ટે રદ્દ કરતાં શિક્ષકોની જીત થઈ છે. વિવાદાસ્પદ બદલી વાળા સરેરાશ 100 પૈકી 29 શિક્ષકોને હાઇકોર્ટના હુકમથી મોટી રાહત મળી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

100 પૈકી 29 શિક્ષકોને હાઇકોર્ટના હુકમથી મોટી રાહત મળી
આ બાબતે હકિકત જોઇએ તો પાટણ જિલ્લામાં અગાઉ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ચૌધરી હતા. ત્યારે બદલી કેમ્પ મારફતે અનેક શિક્ષકોની બદલીના હુકમો કર્યા હતા. આ હુકમો પૈકી કેટલીક બદલી નિયમોથી વિરૂદ્ધ હોવા મામલે રજૂઆત થતાં નિયામકે તપાસ હાથ ધરી હતી. જેમાં સરેરાશ 80થી 100 શિક્ષકોની બદલી નિયામકે રદ્દ કરી દેતાં ખળભળાટ મચી ગયો હતો. જેના પગલે કેટલાક શિક્ષકોએ હાઇકોર્ટના દ્વાર ખખડાવતાં ગતરોજ હાઇકોર્ટે 29 શિક્ષકોની બદલી મામલે નિયામકનો હુકમ સ્થગિત કરતાં બદલીવાળી શાળાએ શિક્ષકોના ઓર્ડર માટે ચુકાદો આપતાં શિક્ષકોને મોટી રાહત મળી છે. આ સાથે હાલ એવી પણ પરિસ્થિતિ બની છે કે, પૂર્વ ડીપીઈઓ ચૌધરીએ આ 29 શિક્ષકોની કરેલી બદલી યોગ્ય બની છે.

29 શિક્ષકોને તેમની બદલીનાં સ્થળે ઓડૅર આપવામાં આવ્યા
કોટૅના ચુકાદા મામલે પાટણ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી દિનેશભાઈ પ્રજાપતિ નો ટેલીફોનિક સંપકૅ કરી માહિતી મેળવતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં હાઇકોર્ટના નિર્ણયને પગલે 29 શિક્ષકોની બદલી યોગ્ય રહી છે. પરંતુ એલટીએ ચુકાદાને આધીન તમામ 29 શિક્ષકોને તેમની બદલીનાં સ્થળે ઓડૅર આપવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કેટલાક કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. બદલી કેમ્પના ભવિષ્ય બાબતે પૂછતાં તેમણે જણાવ્યું કે, નિયામક કચેરી તરફથી જ્યાં સુધી કોઈ સુચના નહિ મળે ત્યાં સુધી બદલી કેમ્પ યોજવામાં નહીં આવે તેવું તેમણે ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...