તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણીયો જુગાર જામ્યો:જિલ્લાની 8 રેડમાં 29 જુગારી ઝડપાયા, 10 ફરાર

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણ, હાંસાપુર, રાધનપુર, ટુંડવ, પીરોજપુરા, કાઠી, વામૈયા અને બરારામાં રેડ

પાટણના લીલીવાડી વિસ્તારમાં પોલીસે રેડ કરી 3 જુગારીને રોકડ રૂ.8040 સાથે ઝડપી પાડ્યા હતા. હાંસાપુરમાં પોલીસે રેડ કરી 4 શખ્સોને રોકડ રૂ.10300 સાથે ઝડપી પાડ્યા હતા. રાધનપુરમાંથી પોલીસે રોકડ રૂ.16330 તેમજ ચાર મોબાઇલ (કિ.રૂ.6500) મળી કુલ રૂ.22830 સાથે છ જુગારી ઝડપ્પા હતા. શંખેશ્વરના ટુંવડ ગામે થી 8 જુગારી રોકડ રૂ.5690 અને ત્રણ મોબાઇલ (કિ.રૂ.6000) મળી કુલ કિ.રૂ. 11690ની મત્તા સાથે ઝડપાયા હતા. અને પાંચ જુગારી ફરાર થયા હતા.

શંખેશ્વરના પીરોજપુરાથી 5 જુગારી રોકડ રૂ. 5630 તેમજ ચાર મોબાઇલ (કિ.રૂ.4000) મળી કુલ રૂ.9630ની મત્તા સાથે ઝડપાયા હતા. સમી તાલુકાના કાઠી ગામેથી 3 શકુની રોકડ રૂ.1940 સાથે ઝડપાયા હતા. સરસ્વતી તાલુકાના વામૈયાથી 2 જુગારી રોકડ રૂ.600 તેમજ બે મોબાઇલ (કિ.રૂ. 4000) મળી કુલ રૂ. 4600 સાથે ઝડપાયા હતા. અા રેડમાં ચાર શખ્સો ફરાર થયા હતા. સાંતલપુરના બરારાથી 3 જુગારી રોકડ રૂ.101230, 2 મોબાઇલ (કિ.રૂ.7000) મળી કુલ રૂ.108230 સાથે ઝડપાયા હતા અને એક ફરાર થયો હતો.

ઝડપાયેલા જુગારીઓ
પાટણ લીલીવાડી :
પટેલ દિક્ષિતભાઇ મુકેશભાઇ, પટેલ સ્નેહ ભરતભાઇ અને પ્રજાપતિ પ્રવિણભાઇ ચુનાભાઇ
પાટણ હાંસાપુર : પ્રજાપતિ જગદીશભાઇ લક્ષ્મણભાઇ, પ્રજાપતિ ભલાભાઇ રણછોડભાઇ, ઠાકોર ભરતજી છગુજી અને ભરવાડ અરજણભાઇ સોધાભાઇ (પાટણ)
રાધનપુર : ઠાકોર કનુભાઇ વશરામભાઇ, ઠાકોર જશપાલભાઇ કનુભાઇ, ઠાકોર મનિષભાઇ કેશાભાઇ, ઠાકોર જયંતિભાઇ બાબુભાઇ, ઠાકોર ઇશ્વરભાઇ ડાહ્યાભાઇ, ઠાકોર પાંચાભાઇ પુનાભાઇ
ટુંવડ : ઠાકોર ભુરાજી રામજીજી, ઠાકોર મહેશજી રામાજી, ઠાકોર ગોવિંદજી જેસંગજી રહે.સીપુર, નાડોદા અંકીતભાઇ નવઘણભાઇ (ફરાર), વણકર રાહુલકુમાર ધનાભાઇ (ફરાર), નાડોદા મહેશભાઇ કરશનભાઇ (ફરાર), મુકેશભાઇ ગગજીભાઇ (ફરાર) અને ઠાકોર રાજુજી રામજીજી (ફરાર)
પીરોજપુરા : ઠાકોર સેધાજી વરસંગજી, ઠાકોર હેમુજી વાલાજી , ઠાકોર વિસાજી જેસંગજી, ઠાકોર તલાજી વરસંગજી (પીરોજપુરા) અને ઠાકોર ભરતજી ઇશ્વરજી (પાડીવાડા)
કાઠી : વાઘેલા બહાદુરસિંહ બનેસંગ, ઠાકોર લાલાજી કનુજી (કાઠી) અને શૈલેશભાઇ રસીકભાઇ રાવળ (ચાણસ્મા)
વામૈયા : ઠાકોર મંગાજી ભીખાજી, ઠાકોર દિનેશજી દાનાજી, ઠાકોર જોગાજી શંકરજી (ફરાર), ઠાકોર શંકરજી (ફરાર) , ઠાકોર કેવળજી (ફરાર), ઠાકોર ભાવુજી ચાંદજી (ફરાર)
બરારા : આહીર આલાભાઇ રાણાભાઇ, આ​​​​​​​હીર બાબુભાઇ હરદાસભાઇ (બરારા), આ​​​​​​​યર વજાભાઇ રાણાભાઇ (કલ્યાણાપુરા), આયર વાલાભાઇ માદેવભાઇ (ફરાર)

અન્ય સમાચારો પણ છે...