શક્તિ પ્રદર્શન:સિદ્ધપુરના નાગવાસણા ગામે અર્બુદા સેના દ્વારા 28મું શક્તિ પ્રદર્શન યોજાયું, કાર્યકર્તાઓને ઓળખપત્ર એનાયત કરાયા

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2022નાં અંત સુધીમાં ગુજરાતનાં તમામ ગામમાં શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે: વિપુલ ચૌધરી

વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં જાહેર થાય તેવી રાજકીય વિશ્લેષકોમાં ચચૉઓ તેજ બની છે. ત્યારે વિવિધ રાજકીય પાર્ટી પણ ચૂંટણીલક્ષી બેઠકો અને કાયૅક્રમો આયોજિત કરવામાં લાગી છે, તો વિવિધ સમાજો અને સંગઠનો પણ પોતાનું રાજકીય વચૅસ્વ જમાવવા મથામણ કરી રહ્યો છે. ત્યારે સિદ્ધપુર તાલુકાના નાગવાસણા ખાતે ગુરૂવારના રોજ અર્બુદા સેના દ્વારા શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

શક્તિ પ્રદર્શન પૂર્વે અર્બુદા સેના દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શક્તિ પ્રદર્શન કાર્યક્રમમાં શપથ ગ્રહણ તેમજ ઓળખપત્ર વિતરણ પૂર્વ ગૃહમંત્રી અને અમુલ ફેડરેશનના પૂર્વ પ્રમુખ વિપુલ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અર્બુદા સેના ના કાર્યકરો તેમજ પશુ પાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નાગવાસણા ગામે અર્બુદા સેનાનુ આ 28મુ સંમેલન યોજવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, અર્બુદા સેના દૂધ સાગર ડેરીના રક્ષણની ભૂમિકામાં છે. ક્યાંક વિસંગતતાનો પ્રશ્ન હોય કે મહેસાણાના દૂધ ઉત્પાદકોને રૂપિયા 700 મળતા હોય અને રાજસ્થાનમાં દૂધ ઉત્પાદકોને રૂપિયા 785 મળતા હોય તેની વિસંગતતા દૂર કરી દૂધ ઉત્પાદકો ને એક સરખા ભાવ મળી રહે તેવા પ્રયત્નો કરવાનાં હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલા આ શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં અર્બુદા સેન નાં યુવા કાર્યકરો જોડાયા હતા. તો આગામી 2022 પહેલા પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી દ્વારા ગામે ગામ આવા શક્તિ પ્રદર્શન યોજી અર્બુદા સેનાના કાર્યક્રમમાં શપથ વિધિ, ઓળખ પત્ર સહીતની કામ ગીરી હાથ ધરાશે તેવું આયોજન કતૉઓએ જણાવ્યું હતું.

નાગવાસણા ખાતે આયોજિત અર્બુદા સેનાના નેજા હેઠળનાં શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજ સહિત અન્ય સમાજ ના લોકો સાથે દૂધ સાગર ડેરીના પૂર્વ સભ્યોએ પણ હાજર રહી 2022 પહેલા સમાજને સંગઠિત કરવાનો પ્રયાસ અને અર્બુદા સેના દૂધ સાગર ડેરીનું રક્ષણ કરવાની ભૂમિકા સાથે સાથે સમાજ રક્ષણનાં વિવિધ પ્રકારના કાર્યો કરવામાં આવશે. તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...