• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 28.40 Lakh 60 Varieties Of Seedlings Have Been Raised In 54 Nurseries Of Patan District, 73rd Vanamhotsav Of The District Will Be Celebrated In Patan.

પર્યાવરણ બચાવવાનો પ્રયાસ:પાટણ જિલ્લાની 54 નર્સરીઓમાં 28.40 લાખ 60 જાતના રોપાઓનો ઉછેર કરાયો, જિલ્લાકક્ષાનો 73મો વનમહોત્સવ પાટણમાં ઉજવાશે

પાટણ3 મહિનો પહેલા
  • રોપાની જાતમાં ફળાઉ, ઇમારીત અને ફૂલછોડ એમ ત્રણ પ્રકારના ફૂલછોડનો ઉછેર કરાયો

પાટણ જિલ્લામાં પર્યાવરણનું સમતોલન રહે તેમજ વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિગના કારણો ઉદ્ભવી રહેલા કુદરતી અફતો સામે રક્ષણ મેળવવા માટે માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવું અનિવાર્ય છે. જે પ્રમાણે વૃક્ષોનું કટીંગ થઈ રહ્યું છે તેની માટે પર્યાવરણની જાળવણી માટે સામે એટલાજ વૃક્ષો વાવવા જરૂરી છે. આમ જિલ્લા વન વિભાગ દ્વારા વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે વન વિભાગ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આગામી વન મહોત્સવને લઈ જિલ્લા 54 નર્સરીમાં 28.40 લાખ 60 જાતના વિવિધ રોપ તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં આ રોપાનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા દર નક્કી કરવામાં આવ્યો
વન વિભાગના અધિકારીએ બિંદુબેન પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ગુજરાતમાં 73માં વન મહોત્સવનું આયોજન ટુક સમયમાં થનાર છે. જેમાં પાટણ જિલ્લાકક્ષાનું આયોજન આગામી સમય માં પાટણ ખાતે કરવાની આયોજન છે. વધુમાં જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં 54 નર્સરી છે. જેમાં 28.40 લાખ 60 જાતના વિવિધ રોપ તૈયાર કર્યા છે. જેમાં વ્યક્તિલક્ષી નર્સરી, સામાજિક વનીકરણ યોજના અંતર્ગત રોપ ઉછેરવામાં આવ્યા છે. ખાતાકીય નર્સરીમાં રોપ ઉછેરવામાં આવ્યા છે. રોપાની જાતમાં ફળાઉ, ઇમારીત અને ફૂલછોડ એમ ત્રણ પ્રકારના ફૂલછોડનો ઉછેર કરવામાં આવ્યો છે અને તેનું વિતરણ પણ ચાલુ છે. ખાતાકીય વન મહોત્સવ હેઠળ બેગ સાઈઝ પ્રમાણે વિતરણ કરવામાં આવે છે, જેમાં 10×20અને 15×25ની ફીમાં છે. તો 20×30માં સાડા સાત રૂપિયા અને 30×40માં 15 રૂપિયામાં વિતરણ કરવામાં આવે છે. જે વન મહોત્સવની સરકાર દ્વારા દર નક્કી કરવામાં આવ્યો એ મુજબ વિતરણ કરવામાં આવે છે.

કાયા કાયા રોપા તૈયાર
લીમડો, આબો, આમળા, અરડુસો, અર્જુન સાદડ, આસોપાલવ, અરીઠા, બદામ, બહેડા, બંગાળી-બાવળ, બીલી, બોરડી, બોરસલી, ચંદન, દાડમ, દેશી બાવળ, ગરમાળો, ગોરસઆમલી ગુલમહોર, ગુંદ/ગુંદી, જામફળ, જાંબુ, કણજી, કરંજ, કાજુ, કાસીદ ખાટી આમલી, ખીજડો, લીંબુ, મહુડો, નીલગીરી પેલ્ટોફોર્મ, પીકિરીયા, પેન્દુલા, પીંપળ, ચંદન, રેઇન ટી, રાયણ, સાગ, સાદડ, સરગવો, સિંદુર, સેવન સીરસ, સીતાફળ, સીસુ, સીતા અશોક, ઉમરો, વડ વાંસ, ફુલછોડ, મોહગની, રૂદ્રાક્ષ અને તુલસી સહિત અન્ય અન્ય આયુર્વેદિક વૃક્ષોના રોપનું વિતરણ શરૂ કરાયું છે.

છેલ્લે ગણતરી 2021માં થઈ હતી
પાટણ જિલ્લામાં છેલ્લે ગણતરી 2021માં થઈ હતી, જેમાં ટ્રી રેશિયો 30.62 પર હેક્ટર થયો હતો. જ્યારે 2017ની ગણતરી થઈ હતી. તેમાં હેક્ટર 26 ટ્રીકવરનો રેશિયો હતો. જેમાં ગામ તળાવના વૃક્ષો, ખેતરના શેઢા, બ્લોક પ્લાન્ટેસાનનો સમાવેશ થાય છે. દર પાંચ વર્ષે આ ગણતરી થતી હોય છે.

પાટણ જિલ્લાની નર્સરી

  • પાટણ 7 નર્સરી
  • સિદ્ધપુર 8 નર્સરી
  • સરસ્વતી 2 નર્સરી
  • ચણસમ 7નર્સરી
  • હારીજ 6 નર્સરી
  • સમી 2 નર્સરી
  • રાધનપુર 10 નર્સરી
  • સાંતલપુર 12 નર્સરી
અન્ય સમાચારો પણ છે...