સાંતલપુર તાલુકાના કોરડાથી ઝેકડાનો 6 કિલોમીટર ના રોડ ખૂબજ ખરાબ થઈ ગયો હોય રોજબરોજ અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. કોરડા ગામના અગ્રણીના જણાવ્યા મુજબ છેલ્લા 6 મહિનામાં લગભગ 28 અકસ્માતો થયા છે જેમાંથી 5 લોકોના મૃત્યુ થયા છે, બે દિવસ પહેલા જ ઝઝામ ગામના કનુભા જાડેજાનું બાઈક અકસ્માતમાં મોત થયું હતું તેમ કોરડા ગામના સચ્ચિદાનંદ વિદ્યાલયના સંચાલક યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
કોરડાથી ઝેકડા રોડ પર ક્યાંય પણ દિશાસૂચક બોર્ડ નથી, અનેક તીવ્ર વળાંક તેમજ રોડ સેફ્ટીના નિયમનું સતત ઉલ્લંઘન થતું જોવા મળે છે, રોડ પર આવેલા ગરનાળા તેમજ પુલ સાઈડમાં કોઈપણ પ્રકારની સેફ્ટી દિવાલ બનાવેલ ન હોવાથી અનેક વાહનો પુલ નીચે ખાબકે છે.
રોડની સાઈડમાં માટીપુરાણ કરવામાં આવેલ નથી આ બાબતે વારંવાર ગામ લોકો દ્વારા રજુઆત રજૂઆત કરવા છતાં રોડ ખાતાના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું ગામલોકોએ જણાવ્યું હતું. કોટડા, વરણોસરી, જજામના લોકોને રાધનપુર જવા જેકડાથી નજીક પડે છે પણ આ રોડ પર વારંવાર અકસ્માતો થતા હોય લોકો વારાહી થઈ જતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.