મતદારો ઉમેરાયા:પાટણ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન 27,853 નવા મતદાર નોંધાયા

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 18થી 19 વયજૂથના કુલ 20,748 યુવા મતદારો ઝુંબેશમાં નોંધાયા

પાટણ જિલ્લામાં તા.01 જાન્યુઆરી 2022 ની લાયકાતના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.01નવેમ્બર થી તા.30 નવેમ્બર 2021 દરમ્યાન યોજાયેલ કાર્યક્રમ દરમ્યાન નવા નામ ઉમેરવા કમી કરવા તથા મતદારયાદીમાં સુધારા-વધારા કરવા માટે નાગરિકો દ્વારા વિવિધ પ્રકારના ફોર્મ્સ ભરવામાં આવ્યા હતા.પાટણ જિલ્લામાં સમાવિષ્ટ 16-રાધનપુર, 17-ચાણસ્મા, 18-પાટણ અને 19-સિદ્ધપુર વિધાનસભા મતદાર વિસ્તારના મતદાર નોધણી અધિકારીઓ દ્વારા ઉક્ત ભરાયેલ ફોર્મ્સના હકક દાવા સાંભળવામાં આવેલ હતા અને આ હક્ક દાવા પરત્વે નિર્ણય કરી મતદારયાદીની આખરી પ્રસિધ્ધ ભારતના ચુંટણી પંચની સુચનાનુસાર તા.05 જાન્યુઆરી 2022 ના રોજ કરવામાં આવી છે.

તા.01 જાન્યુઆરી 2022ના સંદર્ભમાં મતદારયાદીની આખરી પ્રસિધ્ધ થતા ચારેય વિધાનસભા મતવિસ્તારમાં કુલ-27853 મતદારોનો ઉમેરો થયેલ છે. જેમાંથી 18-19 વયની વયજુથના કે જેઓના પ્રથમવાર જ મતદારયાદીમાં નામ નોધાયા તેવા 20447 નવીન મતદારો મતદારયાદીમાં ઉમેરાયેલ છે. આમ તા.01 નવેમ્બર 2021 ની સ્થિતિએ પાટણ જિલ્લામાં કુલ 11,21,573,મતદારો હતા.જેમાં વધારો થતા તા.01 જાન્યુઆરી 2020ની સ્થિતિએ પાટણ જિલ્લામાં કુલ 11,49,426 મતદારો નોધાયેલ છે.

આ નવીન પ્રસિધ્ધ થયેલ મતદારયાદીમાં મતદાતા પોતાનુ નામ ચકાસવા તેના ફોનમાં voter votervoterVoter Helpline App. ડાઉનલોડ કરી તેમાં Epic નંબર દાખલ કરી તેના નામ ભાગ નંબર અને મતદાન મથકની વિગતો મેળવી શકશે. પણ મતદાતા આ સિવાય ચૂંટણીપંચની https://www.nvsp.in/ વેબસાઈટના માધ્યમથી ઓનલાઈન ચકાસણી કરી શકે છે. મતદારયાદીમાં નામની ચકાસણી બુથ લેવલ ઓફિસર મદદનીશ મતદાર નોધણી અધિકારી અને જિલ્લા કલેકટર કચેરી ખાતેની ચૂંટણી શાખામાં પણ એમના નામની ચકાસણી કરાવી શકે છે.

પાટણ જિલ્લાના તમામ જાગૃત મતદારોને આ સેવાનો વધુમાં વધુમાં લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર પાટણ દ્વારા અપીલ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...