તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેદના:સરસ્વતીના ધારૂસણમાં 276 હેક્ટર વાવેતર,વરસાદ ખેંચાતાં કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોની માંગ

નાયતાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુજલામ સુફલામ કેનાલ ખાલી જોઈ ખેડૂતો ચિંતત - Divya Bhaskar
સુજલામ સુફલામ કેનાલ ખાલી જોઈ ખેડૂતો ચિંતત
  • 1000 ફુટ ઉંડાઈ સુધી ખારા પાણી હોવાથી ખેડૂતોએ પિયત બોર બનાવતા નથી

સરસ્વતી તાલુકાના ધારૂસણ ગામના ખેડૂતોએ ચોમાસું આધારિત 276 હેક્ટરમાં જુવાર, બાજરી, દિવેલા અને ઘાસચારાની ખેતી કરી હતી પણ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં અવકાશી રોજી પર આધારિત ખેડૂતો ચોમાસું વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

ખેડૂતોની વેદના છે કે જિલ્લામાં બીજા વિસ્તારમાં ટ્યુબવેલથી પિયત કરી લોકો પાક બચાવી રહ્યા છે પણ આ ગામમાં એકપણ ટયુબવેલ બોર નથી કારણ કે 1000 ફુટ ઉંડાણ સુધી ખારાશવાળું પાણી હોવાથી અને પાકને અનુકૂળ ન હોવાથી ગામમાં ગામના લોકો ટયુબવેલ બનાવતા નથી.

ગામના ખેડૂત પંડ્યા ડાયાભાઈએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વરસાદ ન થાય તો પાક નિષ્ફળ જશે અને ઘાસચારાની તંગી સર્જાશે. ખેતરોમાં જવું હવે ગમતું નથી ખેતરોમાં પાક સુકાઈ રહ્યો છે જેથી ભેંકાર જેવું લાગે છે જેથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવે તો અમારા ગામની જીવાદોરી ટકી શકે તેમ છે તેવું પરાગભાઈ જોષીએ જણાવ્યું હતું.

અન્ય ખેડૂત ભરતજી ઠાકોરે જણાવ્યું કે અમારા ગામના ખેડૂતો કુદરતના ભરોસે ખેતી કરે છે આજુબાજુના વિસ્તારના લોકો ટયુબવેલ બોર દ્રારા પાક બચાવી પશુપાલન નિર્ભર છે. પણ ધારૂસણ ગામના ખેડૂતો ચોમાસું પાકોમાં અવકાશી રોજી પર આધારિત છે જેથી ગામના ખેડૂતો ચિંતાતુર અને દ્વિધામાં છે.

ઘાસચારો પુરતો મળતો નથી
દૂધમાં પણ ઘટાડો થયો છે. લીલો ઘાસચારો પણ મળતો નથી.મોટા ભાગે ગાય-ભેંસના દૂધની આવકમાં ઘર ચલાવીએ છીએ. જેથી ઢોરઢાંખર રાખવા પણ મુશ્કેલ થશે તેવું ભરતજી બાબરજી ઠાકોરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...