તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી કૌભાંડ:પાટણમાં શિક્ષકોની બદલી કૌભાંડ મામલે 27 શિક્ષકોની હારીજમાં રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બદલી કૌભાંડમાં સંડોવાયેલા શિક્ષકોનાં ડોક્યુમેન્ટ ચકાસણી કરી નિયામકને મોકલી આપવામાં આવશે

પાટણ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સામૂહિક બદલીના કૌભાંડનો મામલો સમગ્ર શિક્ષણ આલમમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો. આ મામલો છેક ગાંધીનગર સુધી પહોંચ્યો હતો અને તેની શિક્ષણ સચિવ દ્વારા તપાસ કરી તમામ શિક્ષકોની બદલીના ઓર્ડરો રદ કરવામાં આવ્યા હતા. જે પૈકી 27 શિક્ષકોની રૂબરૂ સુનાવણી જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારીની ઉપસ્થિતિમાં ગુરૂવારના રોજ હારીજ મુકામે યોજાઇ હતી.

આ મામલે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીના પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી બી.પી. ચૌધરી દ્વારા પોતાની નિવૃત્તિનાં આગલા દિવસે જ એકી સાથે 52 જેટલા શિક્ષકોની ફેરબદલી કરી હતી અને આ બદલીમાં મોટાપાયે લેવડ દેવડ કરવામાં આવી હોવાના આક્ષેપો થતાં સમગ્ર મામલો શિક્ષણ આલમમાં ચર્ચાસ્પદ બન્યો હતો.

પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી બી.પી.ચૌધરી બીજા જ દિવસે નિવૃત્ત થયા હતા. જેથી સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો અને શિક્ષણ સચિવે તપાસ કરી તમામ શિક્ષકોની બદલીના ઓર્ડરો તાત્કાલિક ધોરણે રદ કર્યા હતા. જે અનુસંધાને ગુરૂવારના રોજ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બીપીન પટેલની ઉપસ્થિતિમાં હારીજ મુકામે 27 શિક્ષકોની રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી હતી જે સુનાવણી ની કામગીરી મોડા સુધી ચાલી હતી.

આ સુનાવણી અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બીપીન પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકો ની બદલીઓમાં થયેલી ગેરરીતિઓમાં જે શિક્ષકોની સુનાવણી છે તેઓના તમામ ડોકયુમેન્ટોની ચકાસણી કર્યા બાદ નિયામકને મોકલી આપવામાં આવશે અને જે -તે નિર્ણય આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની બદલીનાં કૌભાંડને લઇ તેઓના ઓર્ડર રદ કરાયા બાદ રૂબરૂ સુનાવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવતાં આ મુદ્દો શિક્ષણ આલમમાં ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...