તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:પાટણમાં 129 કેન્દ્રો પર 27 ફ્રન્ટલાઈન વર્કર 8410 લોકોએ રસી લીધી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વીકે ભુલા સ્કૂલ પાસે અને આનંદ સરોવર પાસે પાસે સ્પોટ વેક્સિન કેન્દ્ર શરૂ થશે

પાટણ જિલ્લામાં 129 કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવ્યું છે જેમાં 5:00 સુધીમાં 8410 લોકોએ રસી લીધી હતી પાટણ શહેરમાં રસીકરણ વધે તે માટે બગવાડા દરવાજા ખાતે સ્પોર્ટ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે હવે વીકે ભુલા સ્કૂલ પાસે અને આનંદ સરોવર પાસે એમ બે સ્પોટ વેક્સિનેશન કેન્દ્રો શરૂ કરવાનું આરોગ્યતંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

પાટણ જિલ્લામાં રસીકરણ કેન્દ્રો પર વેક્સિન ના 12000 ડોઝ ફાળવવામાં આવ્યા હતા. સાંજ સુધીમાં 18 થી44 વર્ષના 6464 લોકોએ 45 વર્ષથી મોટી ઉંમરના 1919 અને ફ્રન્ટલાઈન વર્કર 27 મળી કુલ 8410 લોકોનું રસીકરણ થયું હતું. જિલ્લા કક્ષાએથી મોટાભાગનો વેક્સિનનો જથ્થો તાલુકા અને કેન્દ્રો સુધી ફાળવી દેવામાં આવ્યો હતો.129 કેન્દ્ર પર રસીકરણ કરવામાં આવ્યું હતું.

તાલુકા હેલ્થ ઓફિસર ડોગૌરાંગ પરમારે જણાવ્યું હતું કે દરરોજની જેમ શનિવારે રસીના 2000 ડોઝનો જથ્થો મળ્યો છે મતદાન મથકો સહિતના તમામ કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવ્યું છે. બગવાડા દરવાજા ખાતે શરૂ થયેલા સ્પોર્ટ વેક્સિન કેન્દ્રની જેમ આગામી દિવસમાં વીકે ભુલા અને આનંદ સરોવર પાસે સ્પોટ વેક્સિન કેન્દ્ર શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...