કોરોના સંક્રમણ:પાટણ જિલ્લામાં ચૌથી લહેરમાં પ્રથમવાર કોરોનાના 27 કેસ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાણસ્મામાં 10, સિદ્ધપુરમાં 7, રાધનપુરમાં 4, પાટણમાં 4 સમી તાલુકામાં 1 વ્યક્તિ સક્રમિત

પાટણ જિલ્લામાં બુધવારે એક સાથે 27 કેસ ચૌથી લહેરમાં પ્રથમવાર નોંધાયા છે. સામે 8 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા હતાં. હાલમાં 76 કેસ એક્ટિવ છે. જિલ્લામાં 1829 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં 27ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જેમાં ચાણસ્મા શહેરમાં એક તેમજ તાલુકાના ગામોમાં 9 મળી 10 કેસ, સિદ્ધપુર શહેરમાં એક તેમજ તાલુકાના ગામોમાં 6 મળી 7 કેસ , પાટણ શહેરમાં 3 તેમજ સંખારી ગામમાં એક મળી 4 કેસ , રાધનપુર શહેરમાં એક અને તાલુકાના ગામોમાં ત્રણ મળી 4 કેસ અને સમીના વરાણા ગામમાં એક કેસ નોંધાયો હતો.

મહેસાણામાં 31, બ.કાં.માં 6,સા.કાં.માં 1 કેસ
મહેસાણા જિલ્લામાં 10 શહેરી અને 21 ગ્રામ્ય વિસ્તારના મળી 31 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 16 કેસ મહેસાણા તાલુકાના છે.બનાસકાંઠા જીલ્લામાં ડીસા 1, સુઇગામ 2, વાવ 1, ધાનેરા 1 અને કાંકરેજમાં 1 કેસો આવ્યા હતા. હિંમતનગર શહેર માં રહેતા 16 વર્ષીય કિશોરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે

અન્ય સમાચારો પણ છે...