સુરક્ષા કવચ:કોલેજમાં પ્રવેશ મેળવનાર 2500 છાત્રાઓને રૂ. એક લાખના વીમા કવચથી સુરક્ષિત કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણ આર્ટ્સ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર 999 વિદ્યાર્થીનીઓને વિમા કવચથી સુરક્ષિત કરવામાં આવી હતી. - Divya Bhaskar
પાટણ આર્ટ્સ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર 999 વિદ્યાર્થીનીઓને વિમા કવચથી સુરક્ષિત કરવામાં આવી હતી.
  • પાટણ, શંખેશ્વર, સમી, હારિજ ચાણસ્મા કોલેજ માટે સહકાર ભારતીએ પ્રિમીયમ ભર્યું

પાટણની પી.કે કોટાવાલા આર્ટસ કોલેજમાં પ્રવેશ મેળવનાર 999 વિદ્યાર્થીનીઓ સહિત શંખેશ્વર, સમી, હારિજ અને ચાણસ્મા કોલેજની કુલ 2500 વિદ્યાર્થિનીઓને સહકાર ભારતી પાટણ જિલ્લા દ્વારા પ્રધાનમંત્રી વીમા સુરક્ષા કવચથી સુરક્ષિત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા નવીન સહકાર મંત્રાલય અમલમાં લાવવામાં આવ્યું છે. ત્યારે વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા સહકાર ભારતીના માધ્યમથી વિવિધ સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત સેવાકીય ભગીરથ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં શંખેશ્વર કોલેજ, સમી સરકારી કોલેજ, હારિજ સરકારી કોલેજ અને ચાણસ્મા કોલેજ અને પાટણ શહેરની આટૅસ કોલેજમાં પ્રવેશ મેળવનાર કુલ 2500 વિદ્યાર્થીનીઓને એક વર્ષ માટે રૂ. એક લાખનું વીમા કવચ આપવામાં આવ્યું છે. તેનું રૂ.60,000નું પ્રીમિયમ વિવિધ સહકારી સંસ્થાઓની મદદથી સહકાર ભારતીના માધ્યમથી ભરવામાં આવ્યું છે. બુધવારે પાટણ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓને વીમા કવચથી સુરક્ષિત કરાઈ હતી.

જેમાં ઉત્તર ગુજરાત કો.ઓપ.ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર હરિભાઈ પટેલ, પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો.એલ.એસ. પટેલ, સહકાર ભારતીના અધ્ય્યક્ષ જયેશભાઇ પટેલ, મહામંત્રી સંજયભાઈ ચોખાવાલા ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...