આયોજન:બનાસકાંઠા PMના કાર્યક્રમમાં પાટણથી 250 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SP,PI અને PSI સહિત પોલીસ કાફલો 17 એપ્રિલે બનાસકાંઠા જવા રવાના થશે

બનાસકાંઠાના દિયોદર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હસ્તે બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ અને વિશાળ મહિલા સંમેલન યોજાવાનું છે જેમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પાટણ જિલ્લા માંથી 250 થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ નો બંદોબસ્ત માટે રવાના થશે તેની તૈયારીઓ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી એલ.આઇ.બી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આગામી અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં 19 એપ્રિલે બનાસકાંઠાના દિયોદર ખાતે વડાપ્રધાન ના હસ્તે બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ અને વિશાળ મહિલા સંમેલન યોજાવાનું છે.

જેમા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પાટણ જિલ્લાની પોલીસ પણ બંદોબસ્તમાં જોડાશે જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર 10 પી.એસ.આઇ 150 પોલીસ કર્મચારીઓ અને 100 મહિલા પોલીસ નો કાફલો બનાસકાંઠા ખાતે પોલીસ બંદોબસ્તમાં જોડાશે. 17 એપ્રિલે પોલીસ કાફલો બંદોબસ્ત માટે બનાસકાંઠા જવા રવાના થશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...