તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કમાલપુર,રતનપુરા,ગોધાણા,વાવલ અને ચારણકા ગામમાંથી 25 જુગારી ઝડપાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવી - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવી
  • 5 સ્થળેથી રોકડ, મોબાઇલ,બાઇક સહિત કુલ રૂ.83717નો મુદ્દામાલ જપ્ત, 3 ફરાર

પાટણ જિલ્લામાં કમાલપુર, રતનપુરા, ગોધાણા, વાવલ અને ચારણકા ગામે જુગાર રમતા 25 શકુનીને રોકડ, મોબાઇલ, બાઇક મળી કુલ રૂ.83717 મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ત્રણ શખ્સો ફરાર થઇ ગયા હતા. તમામ 28 શખ્સો સામે જુગાર અટકાયતી અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.

રાધનપુર તાલુકાના કમાલપુર (રવીનગર) ગામ ખાતે કેનાલ નજીક સોમવારે જુગાર રમાતો હોવાની બાતમી અાધારે પોલીસે 5 શકુનીને રોકડ રૂ.3927 સાથે ઝડપી પાડ્યા હતા.જ્યારે શંખેશ્વર તાલુકાના રતનપુરા ખાતે રહેણાંક ઘરના અાગળના ખુલ્લી અોશરીમાં રવિવારે મધ્યરાત્રી જુગાર રમાતો હોવાની બાતમી અાધારે પોલીસે રેડ કરી જુગાર રમતા 7 શખ્સોને રોકડ રૂ.6020,3 મોબાઇલ તથા બાઇક મળી કુલ રૂ.42520 સાથે 4 શકુનીઅો ઝડપાયા હતા 3 શખ્સો ફરાર થઇ ગયા હતા.

જ્યારે સમી તાલુકાના ગોધાણા ગામ હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી અાધારે રવિવારે રાત્રે છ શકુનીઅોને રોકડ રૂ.20700 સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે સમી તાલુકાના વાવલ ગામે જુગાર રમતા 5 શકુનીઅોને રોકડ રૂ.4300 સાથે ઝડપાયા હતા. જ્યારે સાંતલપુર તાલુકાના ચારણકા ગામે રહેતા લાઇટના અજવાળે જુગાર રમતા 5 શકુનીઅોને રોકડ રૂ.5270 તેમજ 3 મોબાઇલ મળી કુલ રૂ.12270 સાથે તમામ શકુનીઅોને ઝડપ્યા હતા.

જુગાર રમતાં ઝડપાયેલા શકુની
કમાલપુર :-
ઠાકોર મહેશભાઇ દયાલભાઇ રહે.કમાલપુર , ઠાકોર હીરાભાઇ વિસાભાઇ રહે.કમાલપુર , ઠાકોર નવીનભાઇ કાનજીભાઇ રહે.કમાલપુર , ઠાકોર જેમલભાઇ મોતીભાઇ રહે.નજુપુરા અને ઠાકોર મનહરભાઇ વેશીભાઇ રહે.કમાલપુર

રતનપુરા :- ચાવડા અજયકુમાર માનુભાઇ, ઠાકોર હનુજી તલાજી, ઠાકોર બાબુજી તસાજી, ઠાકોર જીનવરજી કાળાજી, પુજારી કૈલાશપુરી બાબુપુરી,ભરવાડ ધનાભાઇ રામાભાઇ અને ઠાકોર દેવશીજી કાળાજી રહે.રતનપુરા

ગોધાણા :- ઠાકોર કમલેશભાઇ ઇશ્વરભાઇ, સુથાર રાકેશભાઇ કાંતીભાઇ, નાડોદા મીલનભાઇ જગદીશભાઇ, નાડોદા દેવાભાઇ મનુભાઇ, નાઇ ચંદુભાઇ વાલાભાઇ અને ઠાકોર નીતીનભાઇ તલાભાઇ રહે.તમામ ગોધાણા

વાવલ :- દેવીપુજક ભેમાભાઇ વેલાભાઇ, ઠાકોર દીલીપજી રામાજી, ઠાકોર પુનાજી ગાંડાજી, દેવીપુજક રાજેશભાઇ માવજીભાઇ અને ઠાકોર કલાભાઇ શક્તાભાઇ રહે.તમામ વાવલ

ચારણકા :- ઠાકોર વશરામભાઇ વેલાભાઇ, બઢીયા હરેશભાઇ દેવાભાઇ, અાયર દલાભાઇ દેવદાનભાઇ, કોલી ગણપતભાઇ રાધુભાઇ, કોલી મહેશભાઇ પોપટભાઇ રહે.તમામ ચારણકા

અન્ય સમાચારો પણ છે...