રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરો ભરતા બાકીદાર એકમોને વ્યાજમાંથી રાહત આપવા માટે નિર્ણય કર્યો હતો જેનું સોફ્ટવેર અપડેટ થતા મંગળવારથી પાટણ નગરપાલિકા ખાતે અમલીકરણ શરૂ થતાં 25 જેટલા લોકોએ વ્યાજ માફીનો લાભ લીધો હતો. વ્યવસાય વેરો ન ભરેલ હોય તેમને વ્યાજ અને દંડ સાથે ભરવા પાત્ર થતો હતો પરંતુ ગયા ઓક્ટોબરમાં વ્યાજ માફી સમાધાન યોજના અમલમાં લાવી હતી પાટણ શહેરમાં 6700 જેટલા વ્યવસાયકારો નોંધાયેલા છેે.
પાટણમાં નગરપાલિકા વ્યવસાય વેરા શાખા દ્વારા વ્યવસાય વેરો મળવા માટે ઇન્ટીમેશન કામગીરી હાથ ધરી 6700 જેટલા વ્યવસાયકારો શોધી કાઢ્યા હતા જેમાં નોંધાયેલા અને નહીં નોંધાયેલા વ્યવસાયકરો નગરપાલિકામાં અરજીપત્ર ભરીને વ્યાજ અને દંડ માંથી મુક્તિ મેળવી શકશે સરકાર દ્વારા માફી યોજના અગાઉ અમલી બનાવી હતી પરંતુ કોમ્પ્યુટર સોફ્ટવેર અપડેટ બાકી હોય અને હવે નવું સોફ્ટવેર કાર્યરત થઈ જતા મંગળવારથી કામગીરી શરૂ થઈ છે તો એવું વ્યવસાય વેરા શાખા અધિકારી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.આ યોજનાનો લાભ 31 ડિસેમ્બર સુધી મળવા પાત્ર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.