કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને રૂ 50,000 સહાય આપવા માટે પાટણ જિલ્લા તંત્ર પાસે છેલ્લા એકાદ માસથી ગ્રાન્ટ ન હોવાના કારણે25 જેટલા વારસદારો ને રૂ 12.50 લાખ સહાય ચુકવવામાં આવી નથી તંત્ર દ્વારા એકાદ માસથી રૂ50 લાખની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી ગ્રાન્ટ મળી નથી બીજી બાજુ લોકો સહાય માટે કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.
કોરોના મૃત્યુ પામેલા લોકો ના વારસદારોને સરકાર દ્વારા રૂ50,000 સહાય આપવા માટેની જાહેરાત કરવામાં આવેલી છે ત્યારે આ સહાય લેવા માટે પાટણ જિલ્લા તંત્રને અત્યાર સુધીમાં 2223 કોરોના મૃતકોના વારસદારોની અરજી મળી છે તેમાંથી 1993 અરજી મંજૂર કરવામાં આવી છે.221 અરજી નામંજૂર કરવામાં આવી છે.
જ્યારે 1967 વારસદારોને રૂ9 .83 કરોડ ઉપરાંત ની સહાય ચુકવવામાં આવી છે પરંતુ છેલ્લા એકાદ માસથી તંત્ર પાસે ગ્રાન્ટ ન હોવાના કારણે કોરોના મૃતકોના 25 જેટલા વારસદારોને રૂ 12.50 લાખ સહાય મળી નથી જેના કારણે તેઓને કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે. સમયસર સહાય ન મળવાના કારણે અરજદારો માં નારાજગી ઉભી થઇ છે. અને સત્વરે સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આ અંગે તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહત કમિશનર માં રૂ50 લાખની ગ્રાન્ટ ની માગણી કરવામાં આવેલી છે આગામી ત્રણેક દિવસમાં ગ્રાન્ટ મળી જશે તેવી જાણકારી મળી છે. ગ્રાન્ટ આવ્યા બાદ તાલુકા મથકની કચેરીઓમાં ફાળવી દેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.