તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:પાટણના અઘારના લીમડીવાળા ગોગા મહારાજ મંદિર પરિસરનો 24મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી

પાટણ શહેર નજીક આવેલા સરસ્વતી તાલુકાના અઘાર ગામે પ્રસિદ્ધ શ્રી લીમડીવાળા ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે મંગળવારના શુભ દિને ચોવીસમાં મંદિર પ્રતિષ્ઠા દિનની ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી લીમડીવાળા ગોગા મહારાજના મંદિર પરિસર ખાતે આયોજિત પ્રતિષ્ઠા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજીત કરાયેલા ધાર્મિક ઉત્સવોમાં વહેલી સવારથી જ ગોગા મહારાજના ભક્ત જનોએ ઉપસ્થિત રહી કોરોનાની ગાઈડલાઈન મુજબ દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. મંદિરનાં પ્રતિષ્ઠા દિન નિમિત્તે શ્રી ગોગા મહારાજ મંદિર પરિસરને રંગબેરંગી ફૂલોની આંગી કરી સુશોભિત બનાવવામાં આવ્યું હતું.

લીમડીવાળા ગોગા મહારાજ મંદિર પરિસરના ભુવાજી વિનુભાઈ મહારાજ દ્વારા તમામ દર્શનાર્થીઓને રૂડા આશીર્વાદ આપી સમગ્ર વિશ્વમાંથી કોરોનાની વૈશ્વિક મહામારી નાબુદ થાય અને વિશ્વનુ કલ્યાણ થાય તે માટેની કામના વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...