ચાણસ્મા પંથકમાં અનેક દેવી દેવતા નાં મંદિરો ભક્તજનો નાં આસ્થાના પ્રતીક સમાન શોભાયમાન બની રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા ના ચાણસ્મા ખાતે આવેલ શ્રી સાંઈબાબા મંદિર પરિસર પણ ભક્તોના આસ્થા રૂપ બની રહ્યું છે જે મંદિર પરિસર નો આજરોજ 24 મો વાર્ષિક પાટોત્સવ ભક્તિસભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આ ત્રણયે દિવસ મંદિરને દુલ્હનની જેમ રોશની થી સુંદર સજાવવામાં આવ્યું હતું.
સાંઈબાબા ના મંદિર નાં 24 માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આયોજિત વિવિધ ધાર્મિક ઉત્સવો પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સહિતના રાજકીય સામાજિક આગેવાનો તેમજ સાંઈબાબા ના ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
આ પ્રસંગે 24માં પોટોત્સવ નિમિતે સાંઈબાબાના મંદિરેથી ભક્તિ સભર માહોલમાં શોભાયાત્રા નિકળી સમસ્ત ચાણસ્મા નગરમાં ફરી પૂર્ણ સાંઈ મંદિરે પરત ફરી આ પ્રસંગે સવારે અભિષેક અને આનંદ ગરબા નું અન્ય જુદા જુદા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ ભકતજનો દર્શન કરી પ્રસાદી લઈ ધન્યતા અનુભવી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.