કાર્યવાહી:પેદાશપુરા,મુજપુર ગામેથી જુગાર રમતા 24 શકુનિ ઝડપાયા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાધનપુર ખાતે પેદાશપુરા ગામે રહેતા જીગરભાઇ માનાભાઇ ઠાકોરના ઘર આગળ ઓસરીના ભાગમાં શુક્રવાર રાત્રે ઇલેકટ્રીક લાઇટના અજવાળે જુગાર રમતાં 7 શકુનીને રોકડ રૂ.11270 સાથે ઝડપાયા હતા. જ્યારે પેદાશપુરા ગામે રહેતા મેરામભાઇ લવજીભાઇ ઠાકોરના રહેણાંક ઘરની આગળ ખુલ્લામાં ઇલેક્ટ્રિક લાઇટના અજવાળે જુગાર રમતાં 10 શકુનિ જુગાર સાહિત્ય તેમજ રોકડ રૂ.12500 સાથે ઝડપાયા હતા. જ્યારે શંખેશ્વર તાલુકાના મુજપુર ગામે રહેતા શ્રીમાળી ભવાનીશંકર બાલાભાઇના ઘર આગળ ખુલ્લી જગ્યામાં શનિવારે બપોરે જુગાર રમતા 7 શકુનીને રોકડ રકમ રૂ. 2550 સાથે ઝડપાયા હતા.

શ્રાવણિયો જુગાર રમતાં ઝડપાયેલા જુગારી
પેદાશપુરા :- ઠાકોર જીગરભાઇ માનાભાઇ,ઠાકોર ઇશ્વરભાઇ મગનભાઇ,ઠાકોર ભવાનભાઇ ભીખાભાઇ,ઠાકોર વિષ્ણુભાઇ રૂપશીભાઇ,ઠાકોર ગોપાલભાઇ સોધાભાઇ,ઠાકોર ભરતભાઇ સોમાભાઇ, ઠાકોર વિષ્ણુભાઇ સુંડાભાઇ અને ઠાકોર દશરથભાઇ કનુભાઇ તમામ રહે.પેદાશપુરા
પેદાશપુરા:- ઠાકોર મેરામભાઇ લવજીભાઇ,ઠાકોર જયંતીભાઇ મસાભાઇ ,ઠાકોર લગધીરભાઇ પસાભાઇ, ઠાકોર કીરણભાઇ અજમલભાઇ,ઠાકોર મુકેશભાઇ સુંડાભાઇ, ઠાકોર અમરતભાઇ હરીભાઇ, ઠાકોર વિષ્ણુભાઇ ભુપતભાઇ,ઠાકોર દિનેશભાઇ ગંગારામભાઇ,ઠાકોર ભાઇલાલભાઇ ગોવીંદભાઇ અને ઠાકોર પ્રકાશભાઇ ભુપતભાઇ તમામ રહે.પેદાશપુરા
મુજપુર - શ્રીમાળી ભવાનીશંકર બાલાભાઇ , ગરો વિનોદભાઇ મફાભાઇ, પરમાર મહેશભાઇ ગોવિંદભાઇ , સોલંકી દિપકભાઇ ગાંગાભાઇ,ચમાર ચંદુભાઇ ભલાભાઇ , ચમાર નરેશભાઇ ભગાભાઇ, વણકર અનીલભાઇ દાનાભાઇ તમામ રહે.મુજપુર તા.શંખેશ્વર

અન્ય સમાચારો પણ છે...