ભાસ્કર લાઈવ રિપોર્ટ:સાંતલપુરના સીધાડા નજીક ચેકપોસ્ટ પર સતત 24 કલાક ચેકિંગ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 કર્મીઓની ટીમ તૈનાત, દર 8:00 કલાકે તમામ ગાડીઓની નોંધ અને વીડિયોગ્રાફીનો અધિકારીને રિપોર્ટ સોપાય છે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં ચૂંટણી નિષ્પક્ષ સાથે શાંતિ પૂર્ણ રીતે યોજાય અને કોઈ મોટી દુર્ઘટના ના બને માટે ચૂંટણી પંચની ટીમો સાથે પોલિસ અને ફોર્સ એલર્ટ બની સરહદી જિલ્લાઓની સીમાઓ અને સરહદ પર ચેકપોસ્ટ ઊભી કરી વોચ ગોઠવી દેવાઈ છે.ત્યારે ભારત-પાકીસ્તાન સરહદી બોર્ડરના વિસ્તારમાં આવેલ સાંતલપુરના સીધાડા નજીક ચેકપોસ્ટ કાર્યરત કરી છે.ત્યાંથી દિવ્યા ભાસ્કર પાટણની ટીમ દ્વારા ચેકપોસ્ટ પર બંદોબસ્તની કામગીરીનો લાઈવ રીપોર્ટ કર્યો હતો. જેમાં સ્ટેટટિક સર્વેલન્સ ટિમ (SST) 24 કલાક ચેકપોસ્ટ પર વોચ ગોઠવી દરેક ગાડીનું ચેકીંગ કરી કોઈ શંકાશીલ નથી તેની ખાતરી બાદ જ જવા દેવાતી હોવાનું જોવા મળ્યુ હતું.

પાકીસ્તાન બોર્ડરથી રણવિસ્તારના રસ્તે ફકત 35 કિમી દૂર આ સરહદી વિસ્તાર સાંતલપુરના સીધાડા નજીક ઊભી કરેલી ચેકપોસ્ટ પર ગુરુવારે સવારે 11 વાગે ભાસ્કરના રિપોર્ટર ત્યાં પહોંચ્યા હતા.જ્યાં સ્ટેટટિક સર્વેલન્સ ટીમના અધિકારી , વિડિયોગ્રાફર, 4 પોલિસ કર્મીઓ અને એક હોમગાર્ડ મળી 7 કર્મચારીઓની ટીમ લાઈન બંધ આવતી ગાડીઓને રોકીને સૌપ્રથમ ડ્રાઇવરના લાઇસન્સ અને ગાડીના કાગળોની ચેકિંગ બાદ અંદર કોણ કોણ છે તેની પૂછપરછ બાદ વાહનની ચકાસણી કરાઈ રહી હતી.

જો ગાડીમાં સવાર કોઈ માણસ પાસે મોટી રકમ નથી તેની ચકાસણી થઈ ગયા બાદ જ ગાડીને જવા દેવાતી હતી. ખાસ કરીને રાજસ્થાન તરફથી આવતી ગાડીઓ અને આંતરરાષ્ટ્રીયની ગાડીઓ ઉપર ટીમ દ્વારા વધારે વોચ રાખીને તેની સદન તપાસ કરાતી હતી. ભાસ્કરની ટીમ એક કલાક સુધી ચેકપોસ્ટ ઉપર રહી હતી ત્યાં સુધીમાં 38 જેટલી ગાડીઓ ત્યાંથી પસાર થઈ હતી એક પણ ગાડી ચેકિંગ કર્યા વગર બહાર નીકળી ન હતી. આ રીતે 24 કલાક ત્રણ સ્વિફ્ટમાં ચેકપોસ્ટ ઉપર અલગ અલગ ટીમો દ્વારા સઘન ચેકિંગ બાદ જ વાહનોની અવરજવર કરવા દેવામાં આવી રહી છે. ફરજ પરના અધિકારીએ વધુમાં જણાવ્યું કે ખાસ કરીને કોઈ રાજકીય વર્ગ વાળાં લોકોની ગાડીઓ તેમજ આંતરરાજ્ય રાજ્યની ગાડીઓ પર ટીમ ખાસ વોચ રાખે છે.જે નીકળતા જ તેને ચેકીંગ કરીએ છીએ.

રાજસ્થાન અને કચ્છ તેમજ પાટણથી આવતી તમામ ગાડીઓનું ચેકીંગ કરી ગાડીઓના ડેટા નામ સાથે રખાય છે. વિડિઓગ્રાફી સાથે ચેકીંગ કરી સમગ્ર વિગતો દર આઠ કલાકે રિપોર્ટિંગ કરાય છે.આ વીડિયો ગ્રાફિનું ટિમ તપાસ કરશે.તેવું ટીમના કર્મચારીઓ સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...