નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પ:પાટણમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પમાં 239 લોકોએ લાભ લીધો

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટ્સ પાટણ પરિવાર દ્વારા ઠક્કરબાપા પ્રાથમિક શાળામાં આયુર્વેદિક અને હોમિયોપથી નિઃશુલ્ક રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુકેશભાઈ જે પટેલ, દેવચંદભાઈ પટેલ, ડો.નરેશભાઈ દવેએ ખાસ હાજરી આપી હતી. ડો.રિનાબેન પ્રજાપતિ સહિત અન્ય સાત જેટલા ડોક્ટર મિત્રોએ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી. તપાસ થયા બાદ દવાનું પણ મફત વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રોજેકટના મુખ્ય બાબુભાઇ એન પટેલનો સહયોગ મળ્યો હતો, પ્રોજેકટ ચેરમેન કીર્તિભાઈ કે દરજી, ભાવેશ જે. મોદી, પ્રિન્સિપાલ રાજેશભાઇ માળી અને સ્ટાફ ગણ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેકટમાં જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન વાઇસ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ, સક્રીય સભ્ય પ્રહલાદભાઈ એ પટેલ, મનુભાઈ કે પટેલ, જયંતીભાઈ દેસાઈ, ઉજ્જવલ પટેલ, હર્ષદભાઈ સોલંકી, પ્રમુખ નટવરભાઈ દરજી, મંત્રી પ્રહલાદભાઈ એન. પટેલ અને અન્ય સભ્યો દ્વારા હાજરી આપી પોતાની સેવા આપી હતી. આ કેમ્પમાં આજુબાજુના વિસ્તારના કુલ 239 લોકોએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...