તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:43 ગામોમાં લોકો રસી લેવા તૈયાર નથી ત્યારે વધુ 23 કેસ

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ખોટી અફવાઓ અને ડરથી લોકો રસી લેતા નથી ત્યારે દેથળી ગામે રસીકરણ માટે લોકોને સમજાવવા તંત્ર દ્વારા બેઠક કરવામાં આવી હતી. - Divya Bhaskar
ખોટી અફવાઓ અને ડરથી લોકો રસી લેતા નથી ત્યારે દેથળી ગામે રસીકરણ માટે લોકોને સમજાવવા તંત્ર દ્વારા બેઠક કરવામાં આવી હતી.
 • માર્ચમાં પ્રથમવાર 23 કેસ | પમામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સી.ડી.પી.ઓ, આગેવાનો, ધર્મગુરુઓ, મૌલવી સહિતના અગ્રણીઓ ગામોમાં બેઠક કરી લોકોને વેક્સિન લેવા માટે લોકોને સમજાવશે, આશાવર્કર, આંગણવાડી કાર્યકર, શિક્ષકો સહિતના લોકો વેક્સિન લેવા માટેના લાભાર્થીઓને રસીકરણ કેન્દ્ર સુધી લઈ જશે.
 • 45થી 59 વર્ષ સુધીના ગંભીર બીમારીવાળા 1,32,370 લોકોમાંથી 24 દિવસમાં હજુ માત્ર 39,041 લોકોએ કોરોના રસી લીધી

જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા ફરીથી કોરોનાના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. બુધવારે વધુ 23 કેસ મળ્યા હતા, છતાં ઘણા લોકો વેક્સિન લેવામાં અનિચ્છા દર્શાવી રહ્યા છે. જેના કારણે તંત્ર ચિંતિત બન્યું છે. જિલ્લાના 43 ગામોમાં રસીકરણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

ડર અને અફવાઓના કારણે લોકો વેક્સિન લેવા માટે તૈયાર થતા નથી જેના કારણે કલેક્ટરે આ ગામોમાં બુધવારથી ત્રણ દિવસ અધિકારીઓને મોકલી લોકોને સમજાવવા માટે આદેશ કર્યો છે. તેઓ ધર્મગુરુઓ અને સ્થાનિક આગેવાનોની મદદ લઇ મિટીંગ કરી લોકોને રસીકરણ કરવા માટે સમજાવશે. તાત્કાલિક વેક્સિનનો ખાસ કેમ્પ કરી મોડી રાત સુધી વેક્સિન આપશે.

છેલ્લા એક માસથી ધીમે ધીમે કોરોનાના કેસનું પ્રમાણ વધી રહ્યું છે. માર્ચ મહિનામાં સૌથી વધુ બુધવારે એક જ દિવસમાં 23 કેસ મળ્યા છે. સામે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45થી 59 વર્ષ સુધીના ગંભીર બીમારી 1,32,370 લોકોમાંથી 24 દિવસમાં હજુ માત્ર 39,041 લોકોએ કોરોના રસી લીધી છે. જેમાં 43 ગામમાં લોકો રસી લેવાની અનિચ્છા દર્શાવી રહ્યા છે.

જેના કારણે આ ગામમાં રસીકરણની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થતી નથી, ત્યારે આ ગામોમાં રસીકરણની કામગીરી એક સાથે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સી.ડી.પી.ઓ, આગેવાનો, ધર્મગુરુઓ, મૌલવી સહિતના અગ્રણીઓ ગામમાં બેઠક કરી લોકોને વેક્સિન લેવા માટે સમજાવશે. આ મિટીંગ પૂર્ણ થયા બાદ તરત જ આરોગ્ય સ્ટાફ દ્વારા રસીકરણ કેન્દ્ર પર રસીકરણ કામગીરી શરૂ કરવામાં આવશે.

આશાવર્કર, આંગણવાડી કાર્યકર, શિક્ષકો સહિતના લોકો વેક્સિન લેવા માટેના લાભાર્થીઓને રસીકરણ કેન્દ્ર સુધી લઈ જશે. આ મીટીંગ સાંજના સમયે રાખવામાં આવશે એટલે રાત્રિના સમયે પણ રસીકરણ કરી કામગીરી પુર્ણ કરવા માટે કલેકટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

આ ગામોમાં રસી લેવા માટે લોકો તૈયાર થતા નથી

 • અમરપુરા } ભીલવણ } ખારેડા } નાયતા } મેલુસણ } લોધી } ગણેશપુરા } મોરપા } વદાણી } જાખા } ખોડાણા } અઘાર } વાગડોદ } કોઇટા } ભાટસણ } સાંપ્રા }નોરતા } વાંટા } રામનગર } હાશાપુર } મોરવાડા } ટાકોદી } પીપલાણા } જુનામાકા } દુનાવાડા } રોડા } વાંસા } કલાણા } દાંતરવાડા } મુજપુર } મોટીચંદુર } પાડલા } રણોદ } ભીલોટ } લોટીયા } નાનીપીંપળી } ગોતરકા } પેદાશપુરા } ખળી } કાકોશી

18000 કોવિશિલ્ડના વેક્સિન આવ્યા...
1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનું શરૂ કરવાનું છે. તેના માટે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોનો સર્વે બુધવારથી શરૂ કરવામાં આવ્યો છે. જરૂરિયાત મુજબ દરરોજ 150થી વધુ રસીકરણ કેન્દ્રો પર રસીકરણ શરૂ થશે. મંગળવારે પાટણ જિલ્લા માટે કોવિશિલ્ડ વેક્સિનના વધુ 18000 ડોઝ આપવામાં આવ્યા છે તેવુ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

જિલ્લામાં ફરીથી ધન્વંતરી રથ શરૂ થશે
જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખે જણાવ્યું હતું કે પ્રભારી સચિવ મમતા વર્માએ પાટણ ખાતે કોરોનાના કેસ અને રસીકરણની સ્થિતિની જાણકારી મેળવી સમીક્ષા કરી હતી કેસ વધી રહ્યા છે. ત્યારે અગાઉની જેમ ફરીથી ધનવંતરી શરૂ કરવા, પ્રાઇવેટ ડોક્ટરો સાથે મિટિંગ કરી કોવિડના લક્ષણો ધરાવતા દર્દીઓ ટ્રેક કરવા સહિતની કામગીરી કરવા સૂચના અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો