તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાટણ જીલ્લામાં કોરોનાના વધુ 23 કેશ નોંધાયા, 45 વર્ષથી વધુ ઉંમરના 8 વડીલોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4454 થઇ

પાટણ જીલ્લામાં કોરોનાના વધુ 23 પોઝિટિવ કેશ નોંધાયા છે. જેમાં 16 પુરુષ અને સાત મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ખાસ કરીને યુવાનો વધારે સંક્રમિત થઈ રહ્યા છે. 45 વર્ષથી ઓછી ઉંમરના 15 યુવાનો કોરોનાની ઝપટમાં આવ્યા છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 8 વડીલોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પાટણ જિલ્લામાં શનિવારે મળેલા 23 કેસમાં સૌથી વધુ સિધ્ધપુર તાલુકાના 10 કેસ, પાટણના છ, ચાણસ્માના છ તેમજ હારીજ તેમજ સાંતલપુરમાં એક એક કેસ મળ્યા હતા. છેલ્લા અઠવાડિયાથી કેસ વધ્યા છે. છતાં બજારમાં હોળી-ધૂળેટીના તહેવારોની ખરીદી માટે ભારે ભીડ જામી છે. માસ્ક પહેરવા અંગે લોકો સાવચેતી રાખી રહ્યાં નથી.
જોકે હાલમાં એક બાજુ વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે. અને બીજી બાજુ કોરોનાએ માથું ઉચકયુ છે. ત્યારે આરોગ્ય તંત્ર માટે આ પરિસ્થિતિને પહોંચી વળવા પડકારજનકસ્થિતિ ઊભી થઇ છે.

કોરોના કેસની વિગતો

પાટણ શહેર ગણેશવિલા 18 વર્ષ યુવક, શાકુંતલ સોસાયટી 64 વર્ષ પુરુષ, સારથી નગર સોસાયટી 29 વર્ષ પુરુષ, આસોપાલવ સોસાયટી 25 વર્ષ યુવતી, યસનગર 56 વર્ષ પુરુષ, મેડીકલ કેમ્પસ ધારપુર 21 વર્ષીય યુવક, સિદ્ધપુર શહેર શક્તિ નગર સોસાયટી 49 વર્ષ પુરુષ, માયા નગર સોસાયટી 12 વર્ષ પુરુષ, માયા નગર સોસાયટી 70 વર્ષ વૃદ્ધ મહિલા, ગોવિંદ માધવ રાવ 29 વર્ષીય યુવક, રાજપુર સિદ્ધપુર શહેર 23 વર્ષ યુવતી, ગુરુનાનક સોસાયટી 60 વર્ષ પુરુષ, સિદ્ધપુર શહેર 14 વર્ષ કિશોર, કાકોશી ગામ 45 વર્ષ પુરુષ, કુવારા 50 વર્ષ પુરુષ, ઠાકરાસણ 19 વર્ષ યુવતી તથા ચાણસ્મા શહેર માધવપુરા 20 વર્ષ પુરુષ, પીપળેશ્વર મહાદેવ 18 વર્ષ મહિલા, ઇન્દીરાનગર 50 વર્ષ મહિલા, જીઆઇડીસી 26 વર્ષ પુરુષ, જીલીયા 18 વર્ષ સ્ત્રી તેમજ હારીજમાં કાતરા 17વર્ષ પુરુષ તથા સાતલપુરમાં જોરાવરગઢ 49 વર્ષ પુરુષ કોરોના પોઝિટિવ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો