તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાંતલપુરના પર પાસે હોટલે ઉભેલા ટેન્કરમાંથી 23 લાખનો દારૂ ઝડપાયો

વારાહી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાનથી દારૂ આવતો હોવાની બાતમી આધારે એલ.સી.બીની રેડ

રાજસ્થાનથી ટ્રેલર સાથે ટેન્ક લગાવી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવામા આવી રહ્યા હોવાની બાતમી આધારે પાટણ એલસીબી પોલીસે રાધનપુર સાંતલપુર હાઈવેના પર ગામના પાટિયા નજીક આવેલ આઈ માતા હોટલ પર આગળ ટ્રેલર ટેન્ક સાથે ઉભુ હતુ. પોલીસે ટ્રેલરમાં તપાસ કરતા ચાલક ન હતો. પોલીસે હોટલમાં બેઠેલા ડ્રાઇવરો પર વોચ રાખતા એક ઈસમ ટ્રેલર પાસે આવી ડ્રાઈવિંગ સીટ પર તપાસ કરી બાજુમાં પડેલ ટેન્કર લઈને જતો હતો, તેને રોકાવી ટ્રેલર ચાલક વિશે પૂછતા તેણે આ ટ્રેલર તેના સાળા બેનીવાલ (જાટ ચૌધરી) રૂપારામ ઉર્ફે પપ્પુજી લીખમાંરામજી રહે. લિલસર જી.બાડમેર રાજસ્થાન લઇને આવ્યો હતો અને હોટલમાં ચા નાસ્તાનો મંગાવવા કહીને હાઈવે તરફ પેશાબ કરવા ગયો હતો પરંતુ તે પરત ન આવતા તે તપાસ કરવા આવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

પોલીસે ટ્રેલરને સાંતલપુર પોલીસ સ્ટેશન લાવી ટેન્કમાંથી 23,14,800નો દારૂ, ટેન્કર, બે મોબાઈલ સહિત રૂ. 33,29,800નો મુદ્દામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...