તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાટણમાં 23 સંક્રમિત, ઉત્તરગુજરાતમાં કોરોનાથી 2 મોત,85 કેસ

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
હોળી-ધુળેટીના તહેવારને પગલે ચાણસ્મા ST ડેપોમાં મુસાફરોની ભીડ, કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં - Divya Bhaskar
હોળી-ધુળેટીના તહેવારને પગલે ચાણસ્મા ST ડેપોમાં મુસાફરોની ભીડ, કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં
 • મહેસાણાના હેડુવા હનુમંતના સરપંચનું મોત
 • બનાસકાંઠામાં ભીલડીની મહિલાનું મોત, પાટણ જિલ્લામાં 16 પુરુષ અને 7 મહિલા પોઝિટિવ
 • કેસોમાં ઉછાળો આવતાં વેક્સિનેશન અને સર્વેલન્સની કામગીરી કરવા આરોગ્ય વિભાગ માટે પડકાર, આરોગ્ય કર્મી

ઉત્તરગુજરાતમાં કોરોનાથી મહેસાણા તાલુકાના હેડુવા હનુમંત ગામના સરપંચ સંજયભાઇ પરમારનું અને શનિવારે મોત નિપજ્યું હતું. બનાસકાંઠામાં ભીલડીની મહિલા પાલનપુર કોવિડ હોસ્પિટલમાં મોત થયું હતું. પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી કેસ વધ્યા છે. શનિવારે વધુ 23 કેસ મળ્યા હતા. જેમાં 16 પુરુષ અને 7 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં ખાસ કરીને યુવાનો વધારે સંક્રમિત થઈ રહ્યા છે. 45 વર્ષથી ઓછી ઉંમરના 15 યુવાનો કોરોનાની ઝપટમાં આવ્યા છે.

જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના 8 વડીલોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પુરુષોને નોકરી-ધંધા માટે બહાર વધારે ફરવાનું થતું હોવાથી કોરોનાની ઝપેટમાં પુરુષો વધારે આવી રહ્યા હોવાનું અનુમાન છે.પાટણ જિલ્લામાં શનિવારે મળેલા 23 કેસમાં સૌથી વધુ સિદ્ધપુર તાલુકાના 10 કેસ પાટણના છ, ચાણસ્માના છ તેમજ હારિજ તેમજ સાંતલપુર માટે એક એક કેસ મળ્યા હતા. હોળી-ધૂળેટીના તહેવાર સહિતની ખરીદી માટે બજારમાં ભારે ભીડ માસ્ક પહેરવા અંગે લોકો સાવચેતી રાખી રહ્યા નથી તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહીત કોરોના ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે.

છતાં પોલીસ તંત્ર સિવાય પાલિકા કે વહીવટી તંત્ર ચૂપ છે કોઈ અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા નથી. જો કે, હાલમાં એક બાજુ વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે અને બીજી બાજુ કોરોનાએ માથું ઉચક્યુ છે ત્યારે આરોગ્ય તંત્ર માટે આ પરિસ્થિતિને પહોંચી વળવા પડકારજનક સ્થિતિ ઊભી થઇ છે. જો કે તંત્ર વેક્સિનેશન માટેના સર્વે દરમિયાન સર્વેલન્સ પણ થઈ રહ્યું છે આરોગ્ય કર્મચારીઓમાં સર્વેલન્સ હવે રૂટીન કામગીરી બની ગયું છે એટલે વેક્સિનેશન સાથે તે પણ થઈ જાય છે તેમ આરોગ્ય કર્મી મહેશભાઈએ જણાવ્યું હતું.

ચાણસ્મા: હોળી અને ધૂળેટીના તહેવારને લઈને લોકો કામ અર્થે બહારગામ જતા હોય છે જે અન્વયે શનિવારે ચાણસ્મા ડેપોમાં મુસાફરોની ભીડ જામી હતી. હાલમાં છેલ્લા ત્રણ દિવસથી ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં રોજે રોજ 10થી 15 કોરોના કેસ મળી રહ્યા છે. છતાં પણ ચાણસ્મા ડેપોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું નથી. કોરોના જતો રહ્યો હોય તેમ મોઢે માસ્ક પહેર્યા વિના મુસાફરો સોશિયલ ડિસ્ટન્સની જાળવણી પણ નહીં રાખ્યા વિના ભીડ જોવા મળી હતી.ડેપો મેનેજરે જણાવ્યું હતું કે માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે વારંવાર કંટ્રોલ પોઇન્ટ પરથી અપીલ કરવામાં આવે છે. ડેપોમાં દર બે દિવસે ડેપોમાં સેનેટરાઈઝર કરાય છે.

23 કેસમાં 15 તો યુવા વયના સંક્રમિત
પાટણ:
પાટણ શહેર ગણેશવિલા 18 વર્ષિય યુવક, શાકુંતલ સોસાયટી 64 વર્ષિય પુરુષ, સારથી નગર સોસાયટી 29 વર્ષિય પુરુષ, આસોપાલવ સોસાયટી 25 વર્ષિય યુવતી, યસનગર 56 વર્ષિય પુરુષ, મેડિકલ કેમ્પસ ધારપુર 21 વર્ષીય યુવક

સિધ્ધપુર: સિદ્ધપુર શહેર શક્તિ નગર સોસાયટી 49 વર્ષિય પુરુષ, માયાનગર સોસાયટી 12 વર્ષિય પુરુષ,માયાનગર સોસાયટી 70 વર્ષિય વૃદ્ધ મહિલા,ગોવિંદમાધવ રાવ 29 વર્ષીય યુવક, રાજપુર સિદ્ધપુર શહેર 23 વર્ષ યુવતી, ગુરુનાનક સોસાયટી 60 વર્ષિય પુરુષ, સિદ્ધપુર શહેર 14 વર્ષ કિશોર, કાકોશી ગામે 45 વર્ષિય પુરુષ, કુવારા ગામે 50 વર્ષિય પુરુષ ઠાકરાસણ ગામે 19 વર્ષ યુવતી

ચાણસ્મા: ચાણસ્મા શહેર માધવપુરા 20 વર્ષિય પુરુષ,પીપળેશ્વર મહાદેવ 18 વર્ષિય મહિલા, ઇન્દીરાનગર 50 વર્ષિય મહિલા જીઆઇડીસી 26 વર્ષિય પુરુષ જીલીયા 18 વર્ષ સ્ત્રી હારિજ: કાતરા ગામે 17 વર્ષિય પુરુષ , સાંતલપુર: જોરાવરગઢ ગામે 49 વર્ષિય પુરુષ

મોટાભાગના દર્દીઓને લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવે છે. આર.એમ.ઓ
ધારપુર મેડિકલ હોસ્પિટલમાં આર.એમ.ઓ ડો હિતેશ ગોસાઈએ જણાવ્યું હતું કે આ વખતે કોઈ નવા લક્ષણોના દર્દી હજુ અહીં મળતા નથી. ખાસ કરીને શરદી, ખાંસી, અને તાવ તેમજ શ્વાસ ચડવો જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ આવતા હોય છે. જેને માત્ર શરદી-ખાંસી હોય તેવા પોઝિટિવ દર્દીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. જ્યારે શ્વાસની તકલીફ હોય તેવાને દાખલ કરવામાં આવે છે. દરરોજ 70 જેટલા લોકો કોઈપણ જાતના લક્ષણો વગર ટ્રાવેલિંગ માટે કે અન્ય કામ માટે ટેસ્ટ કરાવી રિપોર્ટ લેવા માટે આવતા હોય છે તેમાંથી ઘણા બધાનો રિપોર્ટ પોઝિટિવ આવે છે.

મહેસાણામાં નવા 43 કેસ
મહેસાણા જિલ્લામાં શનિવારે કોરોના વિસ્ફોટ થયો હતો. જેમાં 1 ના મોત સાથે નવા 43 કોરોનાના કેસ નોંધાયા હતા. છેલ્લા 115 દિવસમાં સંક્રમણનો આ આંકડો સૌથી મોટો રહ્યો હતો. બીજી બાજુ 10 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ હતી. આ સાથે જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 213 એ પહોંચી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા મહેસાણા તાલુકાના હેડુવા હનુમંત ગામના સરપંચ સંજયભાઇ પરમારનું શનિવારે મોત નિપજ્યું હતું.

બનાસકાંઠામાં નવા 7 કેસ
બનાસકાંઠામાં જિલ્લામાં એકલા માર્ચ મહિનામાં પહેલું મોત થયું છે. છતાં આરોગ્યએ પેશન્ટને નોન કોવિડ ડેથમાં ગણ્યું છે. પાલનપુર કોવિડ હોસ્પિટલમાં એક સપ્તાહથી ભીલડીની મહિલા બાયપેપ પર હતી. જેનું શુક્રવારે રાત્રે મોત થયું છે. જ્યારે શનિવારે વધુ 7 સંક્રમિતમાં પાલનપુરમાં 4, દાંતા 2 અને થરાદમાં 1કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો