ક્રાઇમ:હારિજ કોરડા અને સાંપ્રા ગામેથી જુગાર રમતાં 23 જુગારીઓ ઝબ્બે

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હારિજ કોરડા અને સાંપ્રા ગામે ગુરૂવાર જુગાર રમાતો હોવાની બાતમીના અાધારે પોલીસે રેડ કરીને જુગાર રમતા 23 શકુનીઅોને રોકડ રૂ.53,010 સાથે ઝડપી પાડ્યા હતા. તમામ સામે જુગારધારા મુજબ ગુનો નોંધાયો હતો.

સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે ગુરૂવારે સાંજે જુગાર રમતા 7 શકુનીઅોને રોકડ રૂ.14,500 અને 3 મોબાઇલ સાથે ઝડપી પાડ્યા હતા.જયારે ગુરૂવારે સાંતલપુર તાલુકાના કોરડા ગામે જુગાર રમતા 5 શકુનીઅોને રોકડ રૂ.15,320 સાથે ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા શકુનીઅો
સાંપ્રા : ઠાકોર બાબરજી રાસીજી , ઠાકોર મેવુજી સરતાનજી ,ઠાકોર અમરતજી દિવણજી, ઠાકોર શંકરજી અનારજી, ઠાકોર રાજાજી ધનાજી, ઠાકોર સોમાજી દિવણજી રહે.તમામ સાંપ્રા અને ઠાકોર બળવંતજી હેદજી રહે.ગોલીવાડા
કોરડા : ઠાકોર રમેશભાઇ સુડાભાઇ, ઠાકોર બાબુભાઇ મગનભાઇ, ઠાકોર લાલાભાઇ ધારસીભાઇ ,ઠાકોર ધનાભાઇ ભુરાભાઇ અને ઠાકોર ભરતભાઇ ચેલાભાઇ રહે.તમામ કોરડા
હારિજ : ઠાકોર ગોવિંદજી ખેંગારજી, ઠાકોર રમેશજી નાનજી, ઠાકોર નારણજી ધુડાજી, ઠાકોર હર્ષદજી પ્રતાપજી, ઠાકોર ચમનજી નારણજી ,ઠાકોર કાન્તીજી જીવાજી, ઠાકોર બચુજી તલાજી , રાવળ કનુભાઇ ભુવાભાઇ, પ્રજાપતિ રણછોડભાઇ નાથાભાઇ , ઠાકોર પ્રહલાદજી સોનાજી અને ઠાકોર પ્રતાપજી સોનાજી રહે. તમામ હારીજ

અન્ય સમાચારો પણ છે...