છાત્રોનો સંદેશ: હસી-ખુશી રસી લો:પાટણ જિલ્લામાં પ્રથમ દિવસે 22608 કિશોરોને રસી અપાઈ, 81921 લાખને 5 દિવસમાં રસીકરણ પૂર્ણ કરાશે

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતમાં પ્રથમ દિવસે 15 થી 18 વર્ષના 1,35,309 વિદ્યાર્થીઓને કોવેક્સિનનો પ્રથમ ડૉઝ અપાયો
  • 15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિન મહાકુંભ
  • ​​​​​​​બાળકોએ​​​​​​​ હસતા મોઢે કહ્યું, કોરોનાને હરાવવાનો વેક્સિન જ એકમાત્ર ઉપાય

પાટણ શહેરમાં 18 સહિત જિલ્લામાં સોમવારે 257 શાળા, 12 આઈટીઆઈ, 60 કોલેજોમાં 15થી 18 વર્ષની વયના ધોરણ 10 અને 12ના 81921 બાળકોના લક્ષ્યાંક સાથે વેક્સિનેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેમાં પ્રથમ દિવસે મોટાભાગે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભય વગર રસી લીધી હતી તો ક્યાંક વિદ્યાર્થીનીઓએ ગભરાહટ સાથે આંખો બંધ કરી રસી લીધી હતી.

આરોગ્ય વિભાગે પંદરથી વીસ મિનિટ સુધી બાળકોને દેખરેખમાં બેસાડ્યા બાદ કોઈ પણ આડઅસર ન હોય ફરી શૈક્ષણિક કાર્ય કરવા માટે વર્ગખંડમાં જવા દીધા હતા. જિલ્લામાં રસીના કારણે એક પણ બાળકને આડ અસર થવાનો કોઈ કિસ્સો સામે આવ્યો હતો. જિલ્લામાં પ્રથમ દિવસે સોમવારે 22608 જેટલા હજાર બાળકોનું રસીકરણ થયું હતું.

ઉત્તર ગુજરાતમાં થયેલ રસીકરણ

મહેસાણા27790
પાટણ22608
બનાસકાંઠા39911
સાબરકાંઠા24000
અરવલ્લી21000
કુલ135309

રસી માટે ઉત્સાહ
રસીકરણના પ્રથમ દિવસે બાળકોએ ઉત્સાહ સાથે રસી મુકાવી હતી. હારિજની સર્વોદય વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કકીબેન જયંતીજી ઠાકોરએ હસતા મોઢે રસી લઈ રસી લઇ અન્ય છાત્રોને સુરક્ષિત હોવાનો સંદેશો આપ્યો હતો. જોટાણાની શ્રી રામ સર્વ વિદ્યાલયના છાત્રએ જીવનમાં પહેલીવાર રસી માટે ઇન્જેક્શન લીધું હતું, તેણે કહ્યું, વેક્સિન જ કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય છે. તો કોરોના વેક્સિન લીધાની યાદગીરી રહે તે માટે મહેસાણાની વિદ્યાર્થિનીએ વેક્સિન લેતાં સેલ્ફી લીધી હતી.

પાટણ જિલ્લામાં પ્રથમ દિવસે રસીકરણ

તાલુકોલક્ષાંકરસીકરણ
ચાણસ્મા681402737
હારિજ61541281
પાટણ205816252
રાધનપુર84011916
સમી63631689
સાંતલપુર72451084
સરસ્વતી104454078
શંખેશ્વર3714880
સિદ્ધપુર122042691
કુલ8192122608

રણુંજમાં વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરાઈ
કેટલીક શાળાઓમાં બાળકો ઘરેથી જમ્યા વગર રસી લેવા માટે આવેલા હતા જેના કારણે પાટણ તાલુકાની રણુંજ શાળાએ ઘરેથી જમ્યા વગર રસી લેવા માટે આવેલા બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વધુ સમય લાગ્યો હતો
શિક્ષણ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે રસીકરણ માટે બાળકો તૈયાર હોય છે પરંતુ રજીસ્ટ્રેશન કરવામાં સમય વધારે લાગે છે તેના કારણે ઘણી વખત રસી આપવા માટે આરોગ્ય કર્મચારીને બેસી રહેવું પડે છે. જો કે વિલંબ થવા છતાં પણ બાળકોનાં રજીસ્ટ્રેશન કરી રસી અપાઈ હતી.

કોઈ આડઅસર જોવા મળી નથી: મેડિકલ ઓફિસર
પાટણ આદર્શ હાઇસ્કુલ ખાતે મેડિકલ ઓફિસર ર્ડા. બિદલ સાલવીએ જણાવ્યું હતું કે 10 ટકા બાળકોને બાદ કરતા તમામ બાળકોમાં વેક્સિન લેવા માટે ઉત્સાહ છે. રસી આપ્યા બાદ બાળકોને ઓબઝવૅશ માં રાખીએ છીએ કોઈ આડઅસર જોવા મળી નથી.

રસી લેવામાં કોઈ તકલીફ પડી નથી : વિદ્યાર્થિની
ધોરણ 11 ની વિદ્યાર્થીની ઇશાના બહેને જણાવ્યું હતું કે રસી લીધા પછી કોઈ તકલીફ નથી કે કોઈ ડર પણ ન હતો. જ્યારે વિદ્યાર્થીની પ્રિયા ચૌધરીએ જણાવ્યું હતું કે રસી લેવાનો ખૂબ જ ડર લાગતો હતો.ઇન્જેક્શન લીધા બાદ હાથે દુખાવો પણ થાય છે.

એકપણ વાલીએ રસીની ના પાડી જ નથી
આદર્શ હાઇસ્કૂલના આચાર્ય ડાહ્યાભાઇ પટેલે જણાવ્યું હતું કે રસી લેવા માટે બાળકોનોે ઉત્સાહ છે મોટાભાગના વાલીઓએ સંમતિ આપી છે. મારા બાળકને રસી આપતા નહીં તેવું કહેવા માટે એક પણ વાલી આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...