ઘરનું ઘર:પાટણમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં વધુ 225 લાભાર્થીઓએ ગૃહ પ્રવેશ કર્યો

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં વિવિધ સ્થળોએ હાલમાં કાર્યરત બનેલી ગરીબો માટેની પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી બી.એલ.સી. ઘટકનાં વધુ 225 લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ગૃહ પ્રવેશ કર્યો હતો. તેઓને આજે પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલા વડાપ્રધાનનાં અંબાજી ખાતેનાં કાર્યક્રમનાં જીવંત પ્રસારણ સાથે આ તમામ 226 લાભાર્થીઓને નવા ઘરની ચાવી અને પ્રમાણપત્ર પાટણ નગરપાલિકાનાં પ્રમુખ સ્મિતાબેન પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિ, કારોબારી ચેરમેન અરવિંદભાઈ પટેલ તથા પક્ષનાં નેતા દેવચંદભાઇ પટેલ, સુધરાઇ સભ્ય હિનાબેન પટેલની હાજરીમાં તેમનાં હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.

પાટણ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં 1379 લાભાર્થી છે તેમાંથી 650 ઘરનાં બાંધકામ પૂર્ણ થયા છે. જેમાં લાભાર્થીઓએ ગૃહ્મવેશ કરીને વસવાટ શરુ કરી દીધો છે, જ્યારે આજે વધુ 225 લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, આપણા હિન્દુત્વની સંસ્કૃતિ અને શાસ્ત્રમાં ઘરની સાથે પરિવાર વ્યવસ્થા જોડાયેલી છે. બ્રહ્માં પરિપાદ બને છે અને પરિવારથી જ એક ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું જતન થતું હોય છે. એટલે અત્રે આવેલા લાભાર્થીઓ તેમનાં નવા ઘરમાં 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના સાથે પ્રવેશ કરી પ્રગતિ કરે અને બાળકોને સંસ્કાર સંસ્કૃતિનું જ્ઞાન આપી ઉજવળ ભવિષ્ય બનાવે.તેમણે જણાવ્યું કે, પાટણ શહેરમાં 225 લાભાર્થીઓનાં આ આવાસ પાછળ રૂા. 7.87કરોડની સહાય રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળી હતી. આ પ્રસંગે ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જયભાઇ રામી તથા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જે.પી. પટેલ અને પિનલબેને કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...