યાત્રા:42 લેઉવા પાટીદાર સમાજના ઉ.ગુ.ના 53 ગામોના 2200 વડીલોએ ખોડલધામ કાગવડની યાત્રા કરી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના 2200 વડીલોએ કાગવડ ખોડલધામ ની યાત્રા કરી હતી. - Divya Bhaskar
બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના 2200 વડીલોએ કાગવડ ખોડલધામ ની યાત્રા કરી હતી.
  • ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશ પટેલના હસ્તે 75 વર્ષથી વધુ ઉંમરના વડિલોનું સન્માન કરાયું

ઉત્તર ગુજરાતના 53 ગામોમાં વસવાટ કરતા બેતાલીસ લેઉવા પાટીદાર સમાજના 60 વર્ષથી મોટી ઉંમરના 2200 વડીલોને સમાજના યુવા સંગઠન દ્વારા 36 લક્ઝરી બસ મારફતે રવિવારે કાગવડ ખાતે મા ખોડલના દર્શન કરાવ્યા હતા. સમાજના 2200 વડીલો એક પાથરણે મળતા આ યાત્રા વડીલો માટે યાદગાર બની હતી. ત્યાં 75 વર્ષથી મોટી ઉંમરના વડીલોનું સન્માન પણ કરાયું હતું. ખોડલધામ સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલે સુરત અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ખોડલધામ સંસ્થાનાની સ્થાપના અંગે સંકલ્પની માહિતી આપી હતી.

કોરોના સમયે દર્દીઓ માટે બેતાલીસ યુવા સંગઠને 15 દિવસ સુધી મોસંબી જ્યુસનું વિતરણ દવાખાનાઓમાં કર્યું હતું. તેના માટે મળેલા દાનની વધેલી રકમમાંથી સમાજના વડીલો માટે ખોડલધામ યાત્રાનું આયોજન કરાયું હતું. વડીલોને લઈ પાટણ વિસ્તારમાંથી 36 લક્ઝરી બસ શનિવારે રાત્રે 8:00 વાગ્યાની આસપાસ નીકળી સવારે ખોડલધામ પહોંચી હતી. જ્યાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને પાટણ ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા અને હર્ષદ રીબડીયાની ઉપસ્થિતિમાં 75 વર્ષથી વધુ ઉંમર ના સમાજના વડીલોનું સાલથી સન્માન કરવામાં આવ્યું હતું. વડીલોને ભેટ રૂપે ₹100 કવર પણ આપવામાં આવ્યું હતું. બેતાલીસ સમાજે ખોડલ માતાજીને ધજારોહણ પણ કર્યું હતું.

આ પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલેજણાવ્યું હતું કે સમાજના વડીલોની આ રીતે સેવા થાય તે ખૂબ જ પ્રશંસનીય છે. ઉત્તર ગુજરાતમાં ખોડલધામની સંસ્થા માટે સંડેરની બાજુમાં જમીન સંપાદનનું કામ ઝડપી પૂર્ણ કરી સંકુલને આકાર આપવામાં આવશે. આ સાથે સુરત અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ખોડલધામ સંસ્થાનની સ્થાપના અંગે સંકલ્પની માહિતી આપી હતી.

યાત્રામાં ગુજરાત સરકાર તરફથી યાત્રાધામ યોજના હેઠળ સહાય પણ મંજુર કરી છે. યાત્રામાં 250 સ્વયંસેવકો અને પાટણ જનતા હોસ્પિટલની એમ્બ્યુલન્સ સાથે ત્રણ ડોક્ટરોની ટીમ જોડાયેલી રહી હતી. રવિવારે સાંજે 3:00 વાગે બસો પરત આવવા માટે રવાના થઈ હતી. જે બસો આપાગીગાના પરિસરમાં રાત્રી ભોજન કરી પરત રવાના થઈ હતી. હાર્દિક પટેલ અડિયા સહિત યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...