તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:જિલ્લામાં બદલી થયેલા 22 પ્રા. શિક્ષકો શાળામાં હાજર ન થતાં છુટા કરવા આદેશ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર 2020માં વધમાં પડેલાં શિક્ષકો હજુ સુધી જૂની શાળા છોડતા નથી
  • સરસ્વતી તાલુકા પ્રા. શિક્ષણ અધિકારીએ શાળાના આચાર્યોને પત્રો લખ્યા

જિલ્લામાં ફાજલ 22 શિક્ષકો બદલીની શાળામાં હાજર ન થતાં શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. જિલ્લામાં ફાજલ શિક્ષકોને બદલી માટે 1/12/2020ના રોજ વધઘટનો કેમ્પ થયો હતો. જેમાં સિદ્ધપુર અને સરસ્વતી સહિતના તાલુકાની શાળામાં વધમાં પડેલા 22 શિક્ષકોને રાધનપુર અને સાંતલપુર સહિતના તાલુકાની શાળામાં મૂકાયા હતા. આ હુકમને 6 મહિના વીતી ગયા છતાં કેટલાક શિક્ષકો હજુ પણ જૂની શાળામાં ફાજલ તરીકે કાર્યરત હોવાનું સામે આવતાં દોડધામ મચી ગઇ છે.

સમગ્ર બાબત ધ્યાને આવતાં ઈન્ચાર્જ ડીપીઈઓએ 6 જુલાઈની મિટિંગમાં સૂચના આપતાં ટીપીઇઓ દ્વારા હુકમો છૂટ્યા છે. જેમાં સરસ્વતી ટીપીઇઓની કચેરી દ્વારા સંબંધિત શાળાનાં આચાર્યોને પત્ર લખી ફાજલ શિક્ષકોને તાત્કાલિક છૂટાં કરવા કહેવામાં આવ્યું છે. જેથી તાત્કાલિક અસરથી ફાજલ શિક્ષકોને નવી શાળામાં જવા માટે છૂટાં કરવા કવાયત હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...