તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 21.6% Of People Over 18 Took The First Dose And 2.4% Took The Second Dose, With Fewer Vaccinations In July Than In June.

વેક્સિનેશન:18થી ઉપરના 21.6 % પ્રથમ અને 2.4 % લોકોએ બીજો ડોઝ લીધો, જૂન કરતાં જુલાઈ માસમાં રસીકરણ ઘટ્યું

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 45 વર્ષથી વધુના 52.3 ટકાએ જ પ્રથમ અને 44.7 ટકા લોકોએ બીજો ડોઝ લીધો

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓને પગલે વેક્સિનેશન વધારવા માટે સરકારે અધિકારીઓને સૂચના આપી રહી છે. પરંતુ પાટણ જિલ્લામાં રસીકરણ વધવાને બદલે ઘટી રહ્યું છે. જૂનની સરખામણીમાં જુલાઈ માસમાં 15429 લોકોનું રસીકરણ ઘટ્યું છે. જૂનના છેલ્લા 13 દિવસમાં 82484 લોકોને વેક્સિન અપાઈ હતી. ત્યારે જુલાઈ માસમાં છેલ્લા પંદર દિવસમાં 67055 લોકોને રસી આપવામાં આવી છે. જોકે જૂનની સરખામણીએ જુલાઈમાં રસીના 6640 ડોઝ ઓછા મળ્યા છે.

પાટણ જિલ્લામાં 45 વર્ષથી વધુ ઉંમરના 4,06,857 લોકોમાંથી હજુ 2,12,942 લોકોને વેક્સિન આપવામાં આવી છે. એટલે કે માત્ર 52.3 ટકા લોકોએ જ પ્રથમ ડોઝ લીધો છે. તેમાંથી 95172 એટલે કે 44.7 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 18 થી 44 વર્ષના 6,86,268 લોકોમાંથી માત્ર 148026 લોકોને રસી આપવામાં આવી છે.

એટલે કે માત્ર 21.6 ટકા લોકોએ જ પ્રથમ ડોઝ લીધો છે. તેમાંથી 3589 એટલે કે 2.4 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. જોકે બુધવારે મમતા દિવસના કારણે સમગ્ર જિલ્લાના તમામ કેન્દ્રો પર રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. અગાઉ પણ સતત ત્રણ દિવસ બંધ રાખવામાં આવ્યું હતું. જેના કારણે વેક્સિનેશન ખૂબ ઓછું છે.

જૂન કરતા જુલાઈમાં રસીના ડોઝ ઓછા મળ્યા
જિલ્લામાં જૂનના છેલ્લા 13 દિવસમાં રસીના 85686 ડોઝ મળ્યા હતા. જ્યારે જુલાઈમાં 79046 ડોઝ મળ્યા છે. જૂન માસની સરખામણીએ જુલાઈમાં પાટણ જિલ્લાને 6640 ઓછા ડોઝ મળ્યા છે. રસીકરણ ઘટવા પાછળનું આ મુખ્ય કારણ છે.

અન્ય સમાચારો પણ છે...