રસ્તાઓની હાલત ખરાબ:વરસાદથી જિલ્લામાં 212 રસ્તા તૂટ્યાં, સૌથી વધુ રાધનપુર,સાંતલપુર,સમી અને શંખેશ્વર વિસ્તારમાં

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓને જોડતાં રસ્તાઓ તૂટી જતા પસાર થતાં વાહનચાલકોની કમર તુટી રહી છે

ચોમાસામાં પડેલા ભારે વરસાદે પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની હાલત ખરાબ કરી દીધી છે.ગામડાઓને જોડતાં રસ્તાઓ તૂટી જતા વાહન ચાલકો કમર તૂટી રહી છે 212 જેટલા રસ્તાઓ તૂટ્યા છે. વરસાદે વિરામ લેતા માર્ગ મકાન વિભાગ દ્વારા તૂટેલા રસ્તાઓ પર પેચ વર્કની કામગીરી શરૂ કરી છે.

વરસાદના કારણે પાટણ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારને જોડતાં રસ્તાઓ ખાબડ ખૂબડ થઈ ગયા છે રોડ પર ખાડાઓ પડી જતા વાહન લઈને પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. રોડ પર પડેલા ખાડાઓના કારણે વાહનો પટકાતા હોવાથી વાહનચાલકો ત્રાહિમ પોકારી રહ્યા છે. કુલ 839માંથી 212 રસ્તાઓ તૂટી ગયા છે જેમાં સૌથી વધુ રાધનપુર, સાંતલપુર અને સમી શંખેશ્વર તાલુકાઓના રસ્તાઓને નુકસાન થયું છે.રાધનપુર-સાંતલપુરમાં 75, સમી-શંખેશ્વરમાં 64, પાટણ-સરસ્વતીમાં 40 સિદ્ધપુરમાં 23 અને ચાણસ્મામાં 10 રસ્તાઓ તૂટ્યા છે.

ત્યારે માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા રસ્તાઓનું પેચવર્ક કામ શરૂ કરવામાં આવ્યું છે 20 જેટલા રસ્તાઓ પર પેચ વર્ક થયું છે. તંત્ર દ્વારા ઝડપથી રસ્તાઓ રીપેર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. કારણકે રસ્તાઓ ખરાબ હોવાના કારણે વાહનો પટકાતા હોવાથી કમર તૂટી રહી છે તેમજ અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે.

રસ્તાઓ તૂટી જતા વાહનો પટકાય છે
આ અંગ ગુજરવાડાના રાજુભાઈ સિંધવએ જણાવ્યું હતું કે સમીથી ગુજરવાડા, સમીથી શંખેશ્વર, રાફુથી ભદ્રાડા, ગુજરવાડા ચોકડીથી સમી બસ સ્ટેન્ડ, વેડથી અમરાપુરા, સમશેરપુરાથી નાયકા, રોડની હાલત ખાબડ ખુબડ થઈ ગઈ છે. સમી તાલુકાના મોટાભાગના રોડો તૂટેલી હાલતમાં છે. જે ઝડપથી રિપેરિંગ થાય તે જરૂરી છે.

ખાડાઓના કારણે અકસ્માતો થાય છે
માંડવી ગામના જલાભાઈ ડોડીયા જણાવ્યું કે સમી તાલુકાના ગામડાઓમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. ખાડાઓને કારણે અકસ્માતાનું પ્રમાણ વધ્યું છે સરકારે તાત્કાલિક ધોરણે ખાડાઓનું પુરાણ કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...