ફરિયાદ:જીતોડામાં 2 કલાકમાં મકાનમાંથી 21 તોલા સોનાના દાગીનાની ચોરી

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાન માલિક સવારમાં ખેતરે ગયા અન તસ્કર તિજોરીમાંથી રૂ.1.95 લાખના દાગીના ચોરી કરી ગયાની ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ

ચાણસ્મા તાલુકાના જીતોડા ગામે ધોળા દાહાડે એક મકાનમાંથી માત્ર બે કલાકમાં 21 તોલા સોનાના દાગીનાની ચોરી થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ હજુ પોલીસને પગેરું મળ્યું નથી. જીતોડા ગામે મહાદેવપરા વાસમાં રહેતા વયોવૃદ્ધ રામાભાઇ મણીલાલ પટેલ અને તેમના પત્ની શુક્રવારે સવારે ઘરને તાળું મારી ખેતરમાં ગયા હતા ત્યારે કોઈ તસ્કરે તેમના ઘરનું તાળું ખોલી અંદર પ્રવેશ કરી તિજોરી ખોલી તિજોરીના ડ્રોવરમાંથી 21 તોલા સોનાના દાગીના રૂ.1.95 લાખના ચોરી કરી ગયો હતો.

બે કલાકમાં રામાભાઇ પટેલ ઘરે પરત આવ્યા ત્યારે તેમના ઘરનો દરવાજો ખુલ્લો જોઈએ ઘરમાં તપાસ કરતાં ઘરમાં ચોરી થયાનું જણાયુ હતું. તેમણે તાત્કાલિક મહેસાણા રહેતા તેમના દીકરાને જાણ કરી હતી. ચાણસ્મા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધવતાં પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.તપાસ અધિકારી પીઆઇ રાજેન્દ્ર વસાવા એ જણાવ્યું હતુંકે ચોરીની આ ઘટનામાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. તસ્કરનું પગેરું મેળવવા માટે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ ની મદદ લેવામાં આવી છે.

જાણ ભેદુ હોવાની આશંકા
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે રામાભાઇ પટેલના ઘરની સામે મંદિર આવેલું છે અને તેની આસપાસના મકાનો બંધ રહે છે.તેમનો દીકરો મહેસાણા રહે છે. રામાભાઇ પટેલ ઘરને લોક મારી ચાવી ઘરે મૂકીને ગયા હતા અને તેમની તિજોરીના ડ્રોવરની ચાવી પણ તિજોરીમાં જ હતી એટલે કોઈ તસ્કરે ઘરની અને તિજોરીના ડ્રોવરની ચાવીનો ઉપયોગ કરી ચોરી કરી હોવાની પોલીસને શંકા છે. કારણકે તિજોરીના ડ્રોવર કે ઘરનું તાળું તૂટેલું ન હતું. એટલે ચોરીની આ ઘટનામાં કોઈ જાણ ભેદુ હોવાનો પોલીસને આ શંકા છે.

અન્ય સમાચારો પણ છે...