યાત્રિકો સુરક્ષિત:પાટણ જિલ્લાના 21 યાત્રિકોને હરિદ્વારમાં યાત્રા અટકાવી દેવી પડી, તમામ સુરક્ષિત

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે યાત્રા ફરીથી શરૂ થવાની ટ્રાવેલ્સ આયોજકોને આશા

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના પગલે ઉત્તર ગુજરાતના લોકોમાં યાત્રિકો અને સલામતી અંગે ચિંતાનો માહોલ સર્જાયો હતો જેમાં પાટણ જિલ્લામાં સિદ્ધપુરના 9 ધીણોજ અને સોજીત્રા ગામ ના 12 મળી કુલ 21 યાત્રિકો હરદ્વાર તેમજ યમુનોત્રી ખાતે સુરક્ષિત સ્થળે હોવાનું ડિઝાસ્ટર તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. સિદ્ધપુરના ઋત્વિક ભાઈ પાધ્યા અને અન્ય ચાર મિત્રો હરિદ્વારમાં રોકાયેલા છે તેમણે ટેલીફોનીક સંપર્કમાં જણાવ્યું કે આજે વાતાવરણ અને આકાશ બિલકુલ ખુલ્લુ છે. દિવસ દરમિયાન તડકો રહ્યો હતો.

આવતીકાલે યાત્રા શરૂ થઈ શકશે તેમ ટ્રાવેલ્સ આયોજકો જણાવી રહ્યા છે. અમે ગઈકાલે સાંજે પહોંચ્યા હતા અને બીજી કોઈ તકલીફ નથી.જ્યારે સોજીત્રાના કિરણભાઈએ જણાવ્યું હતું કે કેદારનાથ અને નૈનિતાલમાં વરસાદ થયો હતો એ સિવાય બીજા કોઈ સ્થળે કોઇ જ તકલીફ નથી.વાતાવરણ સામાન્ય રહ્યું છે અને કોઈ ચિંતાનું કારણ નથી. ધિણોજના યાત્રિકો યમુનોત્રી ખાતે સુરક્ષિત છે.પાટણ શહેરના કોઈ યાત્રિકો ગયા નથી તેમ દિપકભાઈ રાવલે જણાવ્યું હતું.

પાટણ જિલ્લાના યાત્રાળુઓની યાદી
યમુનોત્રી ખાતે રોકાયેલા યાત્રિકો: ગોવિંદ ભાઈ કેસર ભાઈ ચૌધરી, અરવિંદભાઈ વિરસંગભાઈ ચૌધરી, નાથુભાઈ ગેમર ભાઈ ચૌધરી, ઇશ્વરભાઇ પ્રતાપ ભાઈ ચૌધરી, અંજનાબેન ઇશ્વરભાઇ ચૌધરી, મન કુમાર ઇશ્વરભાઇ ચૌધરી તમામ રહે ધીણોજ તા ચાણસ્મા

હરદ્વાર ખાતે રોકાયેલા યાત્રિકો : કિરણભાઈ ભાનુપ્રસાદ જાની, ચિરાગકુમાર કૌશિકભાઇ જાની, જીતેન્દ્રભાઈ હરિશંકર જાની, હાર્દિકકુમાર ભવાનીશંકર રાવલ, કિશોરકુમાર વસંતભાઇ રાવલ , બ્રિજેશ કુમાર ગણપતભાઇ પ્રજાપતિ, રુચિકભાઈ પાધ્યા અને બીજા ચાર મિત્રો.

સિદ્ધપુરના યાત્રિકો જપનભાઈ પિયુષ ભાઈ ત્રિવેદી, જય ભાઈ અતુલભાઇ રાવલ, ઋચિક અરૂણભાઇ પાધ્યા,ભરતભાઈ પવાર, ભાવેશકુમાર લક્ષ્મણભાઈ પટેલ, રમીલાબેન ભાવેશભાઈ પટેલ, દશરથભાઈ ભગવાનભાઇ પટેલ, આશાબેન દશરથલાલ પટેલ, હર્ષદભાઈ ડી શુકલ તમામ યાત્રાળુઓ હેમખેમ છે.

અન્ય સમાચારો પણ છે...