તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:પાટણ નાગરિક બેંકની વર્તમાન ડિરેક્ટરોની પેનલનો 1 સભ્ય બિનહરીફ થતાં 21 ઉમેદવારની ચૂંટણી થશે

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 15 બેઠકો માટે 32 ફોર્મ ભરાયાં, આઠ ફોર્મ પરત ખેંચાયાં અને બે ફોર્મ રદ થયાં
  • બેંકની વર્તમાન ડિરેક્ટરની પેનલમાં 12 પુરૂષ અને બે મહિલા જ્યારે એકે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી

પાટણ નાગરિક સહકારી બેંકની 11 જુલાઈએ યોજાનારી 15 બેઠકોની ચૂંટણીમાંં 21 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં વર્તમાન 15 ડિરેક્ટરોની પ્રગતિશીલ પેનલ ફેરફારો સાથે યથાવત છે. સામેની પ્રતિસ્પર્ધી પરિવર્તન પેનલમાં માત્ર છ ઉમેદવારોની ખંડિત પેનલ અને એક ઉમેદવાર સ્વતંત્ર છે. વર્તમાન ડિરેક્ટરોની પેનલના એસ.સી, એસ.ટી અનામત બેઠકના ઉમેદવારોની સામે બીજા કોઇ ઉમેદવારે ઉમેદવારી ન કરતા આ બેઠક બિનહરીફ થઇ છે. પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે કુલ 32 ઉમેદવારીપત્રો માંથી બે ફોર્મ ચકાસણીમાં રદ થતાં 30 ઉમેદવારો રહ્યા હતા.

જેમાંથી આઠ ઉમેદવારી પત્રો પાછા ખેંચાતા 22 ઉમેદવારો રહ્યા હતા. તેમાંથી એક બેઠક બિનહરીફ થતા હવે 21 ઉમેદવારો રહ્યા છે. વર્તમાન ડિરેક્ટરોની પેનલમાં એસસી, એસટી અનામત બેઠકના અશોકભાઈ રાણા બિનહરીફ થયા હતા. પ્રગતિશીલ પેનલની પ્રતિસ્પર્ધી પરિવર્તન પેનલમાં છ ઉમેદવારો જ આવી શક્યા છે. એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે વિકાસભાઈ પ્રવીણભાઇ પટેલ છે. વર્તમાન શાસકોની પેનલમાં 12 પુરુષ બે મહિલા ઉમેદવારો મેદાને છે.

ઉમેદવારોનાં નામ અને પેનલ

અજય કુમાર ગુલાબભાઈ પટેલ( પરિવર્તન)

અતુલકુમાર ખોડીદાસ પટેલ (પ્રગતિશીલ)

અશોક કુમાર કાંતિલાલ પટેલ ( પ્રગતિશીલ)

આશિષકુમાર શંકરલાલ પટેલ (પ્રગતિશીલ)

ડો જે.પટેલ (પ્રગતિશીલ)

જયંતીભાઈ તુલસીદાસ પટેલ (પ્રગતિશીલ)

નરેન્દ્ર રામલાલ પટેલ (પ્રગતિશીલ)

પિંકલ જયંતિલાલ પટેલ (પરિવર્તન)

ભરતભાઈ જીવાભાઈ પટેલ (પ્રગતિશીલ)

મનસુખભાઈ નાગરદાસ પટેલ (પ્રગતિશીલ)

મનિષાબેન પ્રકાશભાઈ પટેલ (પરિવર્તન)

મહેન્દ્ર ખોડીદાસ પટેલ (પ્રગતિશીલ)

મહેન્દ્ર જયંતિલાલ પટેલ (પરિવર્તન)

મેઘાબેન વિપુલકુમાર પટેલ (પ્રગતિશીલ)

મેહુલકુમાર રાયચંદભાઈ પટેલ (પરિવર્તન)

વિકાસ પ્રવીણભાઈ પટેલ (સ્વતંત્ર)

વિજય કાંતિલાલ પટેલ (પરિવર્તન)

સુરેશભાઈ સી પટેલ (પ્રગતિશીલ)

હરેશકુમાર શંકરલાલ મોદી (પ્રગતિશીલ)

બીનાબેન દિલીપભાઈ પટેલ (પ્રગતિશીલ)

હેમંતકુમાર તન્ના (પ્રગતિશીલ)

અન્ય સમાચારો પણ છે...