તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શંખેશ્વરના બિલીયા, નવા તારાનગર, તારાનગર, જાખેલ (ઉ) અને સાગોડીયાથી 21 જુગારી ઝબ્બે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લાની પાંચ અલગ અલગ રેડમાં પોલીસે રોકડ રૂ.72000 કબજે લીધા
  • બિલિયાની રેડમાં એક જુગારી ફરાર, 22 શખ્સો સામે જુગારધારે હેઠળ પોલીસ ફરિયાદ

શંખેશ્વરના નવા તારાનગર, તારાનગર, બિલિયા, સમીના જાખેલ (ઉમેદપુરા) અને પાટણના સાગોડીયામાં રેડ કરી રૂ. 72000 રોકડ સાથે 21 જુગારી ઝડપ્યા હતા.શંખેશ્વર તાલુકાના બિલિયા ગામે પોલીસે રેડ કરી 3 જુગારીઓને રોકડ રૂ. 1010, બે મોબાઇલ (કિ.રૂ. 3500) મળી કુલ રૂ. 4510ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. અેક જુગારી4 ફરાર થઇ ગયો હતો. જયારે શંખેશ્વર તાલુકાના નવા તારાનગરના રહેણાંક મકાન અાગળના ભાગે ખુલ્લી જગ્યામાં પોલીસે રેડ કરી 9 જુગારીઓને રોકડ રૂ. 19310 તેમજ 7 મોબાઇલ (કિ.રૂ. 29000) મળી કુલ રૂ. 48310નો મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.

શંખેશ્વરના તારાનગરમાં પોલીસે રેડ કરી ચાર જુગારીઓને રોકડ રૂ. 5080 સાથે ઝડપી પાડ્યા હતા. જયારે સમી તાલુકાના ઉમેદપુરા (જાખેલ) ગામેથી પોલીસે 3 શકુનીઅોને રોકડ રૂ.2850 સાથે ઝડપી પાડ્યા હતા. પાટણ તાલુકાના સાગોડીયા ગામે જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રૂ.11250 સાથે ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા જુગારીઓ
બિલિયા
: ઠાકોર રવીજી બાજુજી (રહે.સુરપુરા), સિંધવ જેસંગભાઇ પરમાભાઇ અને ઠાકોર ગોપાલજી વેરશીજી રહે.બિલીયા (ફરાર )

નવા તારાનગર : રબારી બેચરભાઇ સગ્રામભાઇ, ઠાકોર ભાવેશભાઇ ભુપતભાઇ (જુની કુવર), ઠાકોર વિજુજી વનાજી (પંચાસર), રબારી હીતેશભાઇ ભેમાભાઇ (જુની કુવર), ઠાકોર ભરતજી સોમાજી, રબારી પ્રભાતભાઇ દેવાભાઇ, ઠાકોર રમેશજી રાયસંગજી, ઠાકોર સુખાજી સુડાજી, ઠાકરો દિનેશજી બાજુજી

તારાનગર : ઠાકોર ભુરાભાઇ હિરાભાઇ, ઠાકોર વિષ્ણુભાઇ જેરામજી, ઠાકોર બાબુજી જેસંગજી, ઠાકોર ગુલાબભાઇ રામુજી

ઉમેદપુરા (જાખેલ) : ઠાકોર ધારશીભાઇ અમરતભાઇ, ઠાકોર જયરામભાઇ દાનસંગભાઇ, રાવળ વશરામભાઇ કરમણભાઇ

સાગોડીયા: ઠાકોર બલાજી સરદારજી, ઠાકોર સુરેશજી જોગાજી, ઠાકોર ભુપતજી છગનજી

અન્ય સમાચારો પણ છે...