તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિસની રેડ:પાટણ, આંબાપુરા, મીઠીઘારીયાલ અને વડાવલીથી 21 જુગારી ઝબ્બે, ત્રણ ફરાર

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર રેડમાં પોલીસે રોકડ સહિત 24130નો મુદ્દામાલ કબજે લીધો

ચાણસ્મા તાલુકાના મીઠીઘારીયાલ ગામેથી ગુરૂવારે હારજીતનો જુગાર રમતા 5 શખ્સોને રોકડ રૂ. 5380 ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. જ્યારે તાલુકાના વડાવલી ગામેથી ગુરૂવારે જુગાર રમતા 6 શકુનીઓ રોકડ રૂ.5040 તેમજ 1 મોબાઇલ મળી કુલ રૂ.10040 ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા અને ત્રણ જુગારીઓ ફરાર હતા.જયારે પાટણના નાનીસરા ચોકમાં વરલી મટકાનો જુગાર રમાડતા એક શખ્સને રોકડ રૂ.3490 સાથે ઝડપયો હતો. જયારે પાટણ તાલુકાના આબાપુરા ગામે બુધવારે મોડી રાત્રે સ્ટીટ લાઇટના અજવાળે જુગાર રમતા 9 શકુનીઓને રોકડ રૂ.10220 અને ત્રણ મોબાઇલ (કિ.રૂ.8000 મળી કુલ રૂ.18220 સાથે ઝડપાયા હતા.

ઝડપાયેલા જુગારીઅો ઝડપાયા

  • મીઠીઘારીયાલ : ઠાકોર ચીનાજી વેલાજી, ઠાકોર કાંતીજી કમાજી, ઠાકોર મેહુલજી મેલાજી, ઠાકોર પંકજજી જીવણજી અને ભરતજી કુવરજી
  • વડાવલી : સીપાઇ ઇકબાલમીયા નજુમીયા, કુરેશી કેશરખાન અાલમખાન, મલેક અશરફ નિઝામખાન, કુરેશી રિઝવાનખાન અાદમખાન, દિવાન વસીમખાન હુસૈનખાન અને કુરેશી મુસ્તુફા નુરભાઇ
  • પાટણ નાનીસરા : ઝાલા (પરમાર) મનોજસિંહ ઉર્ફે કેશવલાલ
  • આંબાપુરા : ગોસ્વામી કલ્પેશકુમાર અમૃતલાલ, ઠાકોર કિશનકુમાર મદારજી, પરમાર દિલીપકુમાર કાન્તીલાલ, ઠાકોર ભાવુસિંગ તલાજી, ઠાકોર રાજુજી ઉદયસિંગ,સેનમા ભુપેન્દ્રભાઇ સેંઘાભાઇ , ઠાકોર અર્જુનજી ઉદેસિંહ, ઠાકોર ચંદ્રસિંહ મફાજી અને અવતારસિંહ મદારજી ઠાકોર
અન્ય સમાચારો પણ છે...