કોરોના કેસ:પાટણ જિલ્લામાં કોરોનાના 21 કેસ, સામે 18 દર્દી સાજા

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં બુધવારે 1534 લોકોના સેમ્પલ લેવામાં આવતા 21 નવા કેસ નોંધાયા હતા.સામે ચોવીસ કલાકમાં 18 દર્દીઓ સ્વસ્થ થતા હાલમાં એક્ટિવ કેસ ઘટીને 119 કેસ એક્ટિવ છે. જિલ્લામાં નોંધાયેલ નવા કેસમાં પાટણ શહેરમાં બે તેમજ મણુંદ ગામમાં બે બાલીસણા સંડેર ગામમાં એક એક મળી તાલુકામાં 6 , સિદ્ધપુર શહેરમાં ચાર તેમજ વિવિધ ગામોમાં 4 મળી તાલુકામાં 7 કેસ , ચાણસ્મા તાલુકામાં ચાર , શંખેશ્વર તાલુકામાં ત્રણ અને સરસ્વતી તાલુકાના ભુતિયા વાસણા ગામમાં એક કેસ મળી જિલ્લામાં કુલ 21 કેસ નોંધાયા હતાં.

મહેસાણા જિલ્લામાં સ્વાઇન ફ્લુનો 1 કેસ : 35 કોરોનાના કેસ
મહેસાણા જિલ્લામાં બુધવારે સ્વાઇન ફ્લુના 2 શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા. જે પૈકી 1 દર્દી પોઝિટિવ આવ્યો હતો. હાલની સ્થિતિમાં જિલ્લામાં સ્વાઇન ફ્લુનો એક પણ દર્દી હોસ્પિટલાઇઝ નથી. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના 7 દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. મહેસાણા જિલ્લામાં કોરોના 35 કેસ નોંધાયા હતા. જેમાં મહેસાણાના 14 , કડીમાં 9, વિસનગર, બહુચરાજી અને વિજાપુરમાં 3-3 કેસ તેમજ વડનગર, ખેરાલુ અને ઊંઝામાં 1-1 કેસ નોંધાયો હતો. સારવાર લઇ રહેલા 75 દર્દીઓ એકસાથે સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ સામે ડિસ્ચાર્જની સંખ્યા વધુ રહેતાં કોરોના એક્ટિવ કેસ ઘટીને 376એ રહ્યા છે.

બનાસકાંઠામાં કોરોનાના વધુ આઠ પોઝિટિવ કેસ
બનાસકાંઠા જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા.જેમાં ડીસા 2, થરાદ 2, ધાનેરા 1, વડગામ 1, દાંતીવાડા 1, ભાભર 1 પોઝિટિવ કેસ આવ્યો હતો. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 86 થઈ છે. દરમિયાન બુધવારે 12 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...