ચૂંટણી:80થી વધુ વર્ષની ઉંમરના 20,953 મતદારો બેલેટ પેપરથી મત આપશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં પાટણ સિદ્ધપુર ચાણસ્મા અને રાધનપુર વિધાનસભા મત વિસ્તારમાં આગામી 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે તેના માટે આ વખતે 80 થી વધુ ઉંમરના મતદારો માટે બેલેટ પેપરથી મતદાન નું આયોજન કરવામાં આવ્યું છે તે મુજબ પાટણ જિલ્લામાં 20,953 મતદારો આ કેટેગરીમાં આવે છે તેમના માટે બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે જે મતદારો અસક્ત છે તેવા લોકો ઘરે બેઠા મતદાન કરી શકે તેવું આયોજન પ્રથમ વાર કરવામાં આવ્યું છે અને તેમના માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૂંટણી તંત્રના સૂત્રોએ જણાવ્યા મુજબ જે લોકો 80 થી વધુ ઉંમરના છે તેવા મતદારોને મતદાન ઘરેથી કરવું છે કે મતદાન મથક પર તે અંગે ચૂંટણી અધિકારી દ્વારા અભિપ્રાય લેવામાં આવશે અને ઘરે મતદાન કરવા ઈચ્છતા લોકો માટે બેલેટ પેપર ની વ્યવસ્થા કરવામાં આવશે .આવા મતદાર તેમના ઘરેથી બેલેટ પેપર મારફતે મતદાન કરશે તે વખતે ચૂંટણી તંત્ર દ્વારા વિડિયોગ્રાફી પણ કરવામાં આવશે અને નિષ્પક્ષ રીતે મતદાન કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...