આજે વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડે છે ત્યારે કુદરતના અમૂલ્ય ખજાનાઓમાં સૌથી વધુ કર્ણપ્રિય જીવ એટલે પક્ષીઓ, જેનો સુષ્ટિમાં કુદરતી વાતાવરણમાં સંતુલન જાળવવા સવિશેષ ભૂમિકા રહેલી છે ત્યારે જિલ્લામાં પણ પ્રથમવાર વસવાટ કરતા વિવિધ પ્રજાતિના પક્ષીઓના સંરક્ષણ માટે WCB રિચર્સ ફાઉન્ડેશનની બે વિદ્યાર્થિનીઓએ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં જિલ્લાના 41 જેટલા જળ પ્રલવીત વિસ્તારમાં 62 કુળના 206 પ્રજાતિના પક્ષીઓ વસવાટ કરતા હોવાનું નોંધાયું છે. આ બન્ને વિદ્યાર્થીના રિપોર્ટ જિલ્લામાં પક્ષીઓનું સંરક્ષણ કરવા માટે ખૂબ જ ઉપયોગી બનશે.
યુનિવર્સિટીની WCB રિચર્સ ફાઉન્ડેશન એન્ડ લેબની વિદ્યાર્થિની જાનવી પટેલ અને રિંકુ ભાટી દ્વારા વન વિભાગના સહયોગથી જિલ્લામાં વસવાટ કરતા પક્ષીઓની પ્રજાતિ પર સંશોધન રિપોર્ટ તૈયાર કરાો છે. જેમાં જિલ્લાના કુલ 138 જળ પ્રલવીત વિસ્તારમાં સર્વે કર્યા બાદ તેમાંથી પક્ષીઓ વસવાટ કરતા 6 તાલુકાના 41 જળ પ્રલવીત સ્થળો પસંદ કરી બન્ને વિદ્યાર્થીનીઓએ રિચર્સ લેબના ડૉ. નિશિથ ધારૈયા અને પ્રતિક દેસાઈના માર્ગદર્શન સાથે 4 માસ સુધી વિસ્તારમાં પડાવ નાખી પ્રજાતિની નોંધણી કરી રિપોર્ટ તૈયાર કર્યો છે.
જેમાં જિલ્લામાં 206 પ્રકારના પક્ષીઓની પ્રજાતિ વસવાટ કરી રહી હોવાનું જોવા મળ્યું છે. જેમાં સૌથી વધુ બગડતું, રાખોડી કારચિયા અને ગયણો નામના પક્ષીઓ વધુ છે. તમામ પ્રજાતિના કુળ, નામ અને ક્યાં વિસ્તારમાં વસવાટ કરે છે તેનું સમગ્ર વર્ગીકરણ સાથે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેની માહિતી લોકોને મળી રહે માટે એક બુક બનાવી છે. જે વનવિભાગને અપાઈ છે.
રિપોર્ટ બનાવનાર જાનવી પટેલે જણાવ્યું હતું કે આ સંશોધન કરવા માટે નવેમ્બર 2020 થી માર્ચ 2021 સુધી જળ પ્રલવીત વિસ્તારમાં સવારે 7 થી11 અને સાંજે 4 થી 6 દરમ્યાન દૂરબીન વડે નિરીક્ષણ કરી પોઇન્ટ કાઉન્ટ પદ્ધતિથી પ્રજાતિઓની ગણતરી કરી હતી.
જિલ્લામાં આ પણ પક્ષીઓની પ્રજાતિઓ રહે છે
વિસ્તાર અને પ્રજાતિ | ||
તાલુકો | વિસ્તાર | સંખ્યા |
રાધનપુર | 25 | 141 |
સાંતલપુર | 34 | 1444 |
ચાણસ્મા | 14 | 102 |
હારીજ | 8 | 25 |
સમી | 9 | 120 |
શંખેશ્વર | 12 | 60 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.