રાજકીય માહોલ ગરમાયો:પાટણ જિલ્લામાં 484 મતદાન મથકો પર 206 ગ્રામ પંચાયતની ચૂંટણી થશે

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચની ચૂંટણીમાં કુલ 3,17,381 મતદારો મતદાન કરશે
  • જિલ્લામાં સરપંચ બનવા દાવેદારોની હોડ જામી

પાટણ જિલ્લામાં 19 ડિસેમ્બરે 484 મતદાન મથકો પર 177 ગ્રામ પંચાયતની સામાન્ય અને 29 ગ્રામ પંચાયતની પેટાચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 3,17,381 મતદારો મતદાન કરશે.જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ગ્રામીણ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે ગામડાઓમાં આગેવાનો સરપંચ અને વોર્ડના સભ્ય બનવા માટે ચોરેને ચૌટે દાવેદારી કરવા લાગ્યા છે ત્યારે કુલ 206 ગ્રામ પંચાયતની ચૂંટણી કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ વખતે સૌથી વધુ રાધનપુર તાલુકામાં 38 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી છે ત્યારબાદ સમીમાં 26 અને સાંતલપુરમાં 24, સિદ્ધપુરમાં 23, શંખેશ્વર 15, 13 હારીજ 12 અને પાટણ તાલુકામાં સૌથી ઓછી નવ ગ્રામ પંચાયતની ચૂંટણી કરવામાં આવશે 484 મતદાન મથક ઉપર ચૂંટણી થશે જેમાં 165641 પુરુષ અને 151736 સ્ત્રી તેમજ ચાર અન્ય મતદારો મળી કુલ 3,17,381 મતાધિકારનો ઉપયોગ કરી સરપંચ અને વોર્ડના સદસ્યને ચૂંટશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે દાવેદારોની હોડ જામી છે. ગામડાઓમાં પેનલ ઉપરાંત પણ ઉમેદવારો મેદાને આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...